એમ નથી, છાંયો ભાળીને આગળ જઈએ,
તડકાને પણ સ્વીકારીને આગળ જઈએ.
– સુનીલ શાહ

કચ્છનું પાણી – અમૃત ‘ઘાયલ’

ભાંભરું તોયે ભીંજવે ભાવે,
વણબોલાવ્યું દોડતું આવે
હોય ભલે ના આંખની ઓળખ,
તાણ કરીને જાય એ તાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

જાય હિલોળા હરખે લેતું,
હેતની તાળી હેતથી દેતું.
હેત હરખની અસલી વાતું,
અસલી વાતું જાય ન નાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

આગવી બોલી બોલતું જાયે,
પંખી જેમ કલ્લોલતું જાયે,
ગુંજતું જાયે ફૂલનું ગાણું,
વેરતું જાયે રંગની વાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

સ્નેહનું પાણી શૂરનું પાણી,
પોતના પ્રચંડ પૂરનું પાણી,
હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિન્દૂરનું પાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

– અમૃત ‘ઘાયલ’

કચ્છ એટલે મૂળે તો રણપ્રદેશ. પાણીની અછતનો પ્રદેશ. પણ જે ભૂમિમાં પાણી ઓછું છે ત્યાંના આદમી પાણીદાર છે. અજાણ્યાને પણ પોતીકો ગણતા કચ્છી માંડુની અસલી તાસીર કવિએ કલમના લસરકે દોરી આપી છે. આ ગીતની અડખે-પડખે આપને આ ગીત “કચ્છડો તો બારેમાસ” માણવું પણ ગમશે.

5 Comments »

  1. મીના છેડા said,

    March 31, 2016 @ 12:36 AM

    વાહ!

  2. મૌલિક ઝવેરી said,

    March 31, 2016 @ 2:13 AM

    વાહ્હ

  3. kanchankumari p parmar said,

    March 31, 2016 @ 2:56 AM

    ઘાયલ સાહેબ ના ગીતે અમે તો સાવ પાણી પાણી થઇ ગયા !!!!!!!!

  4. Jigar said,

    March 31, 2016 @ 3:23 AM

    અતિસુંદર રચના ,
    એક લાઇન સમજાવશો વિવેક સર,
    “અસલી વાતું જાય ન નાણી” ?!

  5. Devika Dhruva said,

    March 31, 2016 @ 11:04 AM

    હસતું,રમતું,ડોલતું સુંદર ચિત્રાત્મક ગીત.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment