એ સમજની બ્હાર છે – અનિલ ચાવડા
તેજમાં પણ જે નથી ને જે તમસની બ્હાર છે,
કેમ સમજાવું તને કે એ સમજની બ્હાર છે.
ચાલ ચાલે એ પછી તું મ્હાત આપે ને ભલા!
તું રમતમાં છે જ નહિ, તું તો રમતની બ્હાર છે.
સેંકડો ખડકો નીચે ભૂતકાળ દાટી દો છતાં,
ફાટશે જ્વાળામુખી થઈ, એ શમનની બ્હાર છે.
ચાલવા કે દોડવાથી થોડું કંઈ પ્હોંચી શકાય?
છે ઘણા રસ્તા જ એવા જે ચરણની બ્હાર છે.
પી ગયો છું સાત દરિયાનેય નીચોવીને હું,
કૈક એવું લાવ જે મારી તરસની બ્હાર છે.
– અનિલ ચાવડા
ત્રીજો શેર વાંચતા એક જાણીતી ઉક્તિ યાદ આવી – Old sins cast long shadows…… આખી ગઝલ મનનીય અને મજબૂત છે
Pravinchandra K.Shah said,
March 29, 2016 @ 3:10 PM
અસંભવની સમજાઈ જાય એવી કથાનું વક્તવ્ય.
dinesh said,
March 30, 2016 @ 3:17 AM
એક્ષેલ્લેન્ટ્……
CHENAM SHUKLA said,
March 30, 2016 @ 3:40 AM
પી ગયો છું સાત દરિયાનેય નીચોવીને હું…………….વાહ મઝાની ગઝલ