ઊછરતું બીજ – અમિત વ્યાસ
એક છે દોરો, બીજું તાવીજ છે;
આ બધી પીડા હવે શું ચીજ છે ?
એ અલગ છે, કે મને રસ ના પડે;
તું કરે છે વાત, તે સારી જ છે !
કઈ ક્ષણે પ્રગટી રહે, કોને ખબર ?
ગર્ભમાં આજે ઊછરતું બીજ છે !
આ સભા તરબોળ છે આલાપમાં;
રાગનો જાદુ હજી બાકી જ છે !
સાવ પથ્થર થઈ ગયેલા શ્હેરમાં;
એક તું સુણે ગઝલ, કાફી જ છે !
ફૂલની ખુશબૂમાં ખોવાઈ ન જા;
તો અહીંની કેડીઓ સીધી જ છે !
-અમિત વ્યાસ
આખી ગઝલમાં એકેય શેર લખ્યા જ ન હોત અને માત્ર ‘આ સભા તરબોળ છે આલાપમાં, રાગનો જાદુ હજી બાકી જ છે‘ – આ એક જ શેર લખ્યો હોત તોય આ ગઝલને સોમાંથી સો માર્ક્સ આપી શકાયા હોત. જીવનનું કોઈપણ પરિમાણ તમે નજર સામે મૂકો અને પછી આ શેર લલકારો, વાત સાચી જ લાગશે. આપણે સૌ આંગણાની શોભામાં જ પડી રહીએ છીએ, અંદરનું ઘર દીપાવવાનો તો વિચાર જ ક્યાં કરીએ છીએ. રસ્તાની પળોજણમાં જ અટવાઈ રહીએ છીએ, મંઝિલ સામે મીટ પણ માંડી શક્તા નથી…
Jina said,
October 23, 2008 @ 3:30 AM
સાવ પથ્થર થઈ ગયેલા શ્હેરમાં;
એક તું સુણે ગઝલ, કાફી જ છે !
ખરેખર જીવનમાં એક જ શ્રોતા કાફી હોય છે જે બધું જ સાંભળી શકે… મૌન પણ…
Natver Mehta,Lake Hopatcong, NJ, USA said,
October 23, 2008 @ 5:05 AM
સુંદર ગઝલ. અમિત વ્યાસને ધન્યવાદ.
એ અલગ છે, કે મને રસ ના પડે;
તું કરે છે વાત, તે સારી જ છે !
સનમની બધી વાતોને સારી કહેનારાને પણ ધન્યવાદ!
http://natvermehta.wordpress.com/
pragnaju said,
October 23, 2008 @ 8:55 AM
આ સભા તરબોળ છે આલાપમાં;
રાગનો જાદુ હજી બાકી જ છે !
આ ફ રી ન ન ન્
આ સુંદર ગઝલનો આલાપ જ બતાવે છે કે રાગ કેવો નશો લાનશે!
યાદ આવે છે નાનપણમાં માલકૌંસનો પરિચય થયો હતો. ઓડવ જાતિના આ રાગમાં છ સ્વરોનો ઉપયોગ થાય છે તે સ્વરો આરોહમાં ‘સાગમધનીસાં’ અને અવરોહમાં ‘સાંનીધમગસા’. ત્યારે તો રીયાઝ કરતા હતા.બંદિશમાં સહેજ માત્રા તૂટી… અને ગુરુજીના આંખ ભરાઈ આવી.તેમણે હળવેથી કહ્યું કે આ બંદિશ તો પ્રાર્થના છે .ધ્યાન રાખો
અને મારી જીંદગી બદલાઈ ગઈ!
ડૉ. મહેશ રાવલ said,
October 23, 2008 @ 12:26 PM
આખેઆખી ગઝલ નખશીખ,કવિના માનસનું જાણે કે શબ્દદેહે અવતરણ છે….!
અમીતને,મારી જેમ ‘અંગતરીતે’ ઓળખતાં હશે એ તો ઠીક અજાણ્યા ય ઓળખીતાં થઈ જાય એવી
“જાદુ કી જપ્પી” જેવી ગઝલ…..!
અભિનંદન મીત્ર!
Dr.Vinod said,
October 23, 2008 @ 12:56 PM
આખે આખી ગઝલ કવિએ રાગમાં જાણે આલાપી છે. સરસ ગઝલ….મઝા આવી ગઇ…
sudhir patel said,
October 23, 2008 @ 2:51 PM
સુંદર ગઝલ. મન ભરી માણી!
સુધીર પટેલ.
uravshi parekh said,
October 23, 2008 @ 7:29 PM
સરસ છે.
સાવ પથ્થર થઈ ગયેલા તાર શહેર મા,
એક જણ પણ જો સામ્ભલવા વાળુ હોય તો પણ બસ છે.
વધુ કાઈ જોઇતુ નથિ.
સરસ…
ઊર્મિ said,
October 23, 2008 @ 10:00 PM
આ સભા તરબોળ છે આલાપમાં;
રાગનો જાદુ હજી બાકી જ છે !
વાહ…!
Pinki said,
October 24, 2008 @ 6:38 AM
વાહ્. … બહુત ખૂબ કહી !
આ સભા તરબોળ છે આલાપમાં;
રાગનો જાદુ હજુ બાકી જ છે !
મન્સુરી તાહા said,
October 24, 2008 @ 10:38 AM
આ સભા તરબોળ છે આલાપમાં;
રાગનો જાદુ હજી બાકી જ છે !
બહોત ખુબ,
કવિનો પરિચય આપશો?
અનામી said,
December 5, 2008 @ 1:01 PM
આ સભા તરબોળ છે આલાપમાં;
રાગનો જાદુ હજી બાકી જ છે !
સાવ પથ્થર થઈ ગયેલા શ્હેરમાં;
એક તું સુણે ગઝલ, કાફી જ છે !
આફરીન!
આ કવિની અન્ય ગઝલો આપવા વિન્ંતી.
chandresh mehta said,
August 26, 2010 @ 7:12 AM
આ ગઝલ જિવન ની ફીલસુફી
prabhat chavda said,
August 26, 2010 @ 8:20 AM
ખુબ સરસ ખુબ મજા આવી
prabhat chavda said,
August 26, 2010 @ 8:24 AM
રસ તરબોર કરી દીધા દોસ્ત
ABHIJEET PANDYA said,
August 30, 2010 @ 2:41 AM
સુંદર રચના.
ફૂલની ખુશબૂમાં ખોવાઈ ન જા;
તો અહીંની કેડીઓ સીધી જ છે !
શેર કાબીલે દાદ છે.
અિભ્જીત પ્ંડ્યા. ( ભાવનગર ).
અમિત વ્યાસ said,
March 26, 2020 @ 2:10 PM
આપ સહુ સ્નેહી મિત્રોનો ખૂબ ખૂબ આભાર સહ પ્રેમ સ્મરણ વંદન….
હું બહુ ઓછું લખતો અને વધુ વાંચતો એક સાહિત્ય જીવ છું આપના યથાર્થ પ્રતિભાવથી નત મસ્તક….
મારું સમ્પર્ક સૂત્ર: અમિત વ્યાસ “સુરભિ”૬- લક્ષ્મી વાડી, કુમાર મંદિર પાસે, રાજકોટ ૩૬૦૦૦૨… મોબાઈલ:૯૬૨૪૭૩૬૧૩૭