ગઝલ – વૈરાગ પરમાર
રસ્તાએ વિસ્તાર વધારી દીધો છે,
તારાં ઘરનો મારગ નહિતર સીધો છે.
પાને પાને કેમ પુરાવા નોંધાવ્યા ?
સાક્ષી રૂપે ઈશ્વરને તો લીધો છે.
વનવગડાને ખાલી કરવા તાબડતોબ,
કરવતના કસબીએ ઑર્ડર કીધો છે.
કોણે કીધું કેવળ ઝરણાં લીધાં છે ?
દરિયાએ પર્વતને ખોળે લીધો છે.
વૈદોએ તો નાડ તપાસી તરત કહ્યું,
આ માણસને સંજોગોએ પીધો છે.
– વૈરાગ પરમાર
એક-એક શેર સીધા સોંસરા ઊતરી જાય એવા ધારદાર… ઈશ્વર વિશેની આપણી શ્રદ્ધાની ઠેકડી ઊડાડતો શેર અખાના છપ્પાની યાદ અપાવે એવો બળવત્તર થયો છે. પહેલવહેલીવાર આ કવિની કોઈ રચના સાથે પનારો પડ્યો ને મને લવ-એટ-ફર્સ્ટ-સાઇટ થઈ ગયો (ગઝલ માટે!!).
Rina said,
February 27, 2016 @ 7:30 AM
Wahhhhh
Bhadresh Joshi said,
February 27, 2016 @ 9:46 AM
વિચાર વિસ્તાર કરો, પ્લિઝ્.
Dr. M S Patel said,
February 27, 2016 @ 10:32 PM
ભાઈ શ્રી વૈરાગ પરમાર:
ગઝલ તમારી ખુબ ગમી
… .. ને છેલ્લે આ એક મક્તા મારા તરફથી ઉમેરશો
આતો તમારો પ્યાર છે, લખાવે છે ગઝલ દોસ્તો
નહીતર અમે તો ક્યાર નો યે “વૈરાગ” લીધો છે
nehal said,
February 28, 2016 @ 2:49 AM
Waah…mast gazal!
La' Kant Thakkar said,
March 5, 2016 @ 6:33 AM
સરસ ! ” અભિનંદન …”આ માણસને સંજોગોએ પીધો છે. ” આ પંક્તિ માટે…– ભાઈ વૈરાગ પરમાર
“….સોંસરા ઊતરી જાય એવા ધારદાર… કટાક્ષ બળવત્તર થયો છે. ”
કહેવાનું મનઃ- …શબ્દનો કોઈ ભરોસો નહીં ! ક્યાકથી મારામાં ઉતારી આવે અચાનક મ,એ સંજોગ એવા કે …પછી લખવુંજ પડે ભાઈલા !
“મારગ નહિતર સીધો છે….”પણ, મેં મને જ કન્ફયુઝ કર્યો ને નડ્યો મને હું ! ,નહીંતર,તું ….. ક્યા દૂર હતી ?”
“.સાક્ષી રૂપે ઈશ્વરને તો લીધો છે.”- સામે …ભાઈ,..ઈશ્વર પોતે મારો પડછાયો બની પીછો કરે ..!”
“હું તો જાણે છું, પુષ્કળ પ્રકાશનો પૂંજ પૂંજ, તેજવર્તૂળ વ્યાપ છું ,
શૂન્યનો અનંત વિસ્તાર છું, ચોફેર ચળકતો ચેતનાનો ચાપ છું
(“લક્ષ્મીકાંત મોહનલાલ ઠક્કર,’કઈંક’)