આગામી કોઇ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.
મરીઝ

ત્યારથી – વિપિન પરીખ

પીંજરામાં ગાતાં ગાતાં પંખીએ
એક દિવસ
આકાશને જોયું
અને ત્યારથી
એના દુઃખની શરૂઆત થઈ.

– વિપિન પરીખ

એકસાથે કેટલા બધા અર્થ !! Desire is the root cause of all misery ! [ Bertrand Russel once quipped – ‘ I do not desire life without desire ‘ ! ]

5 Comments »

  1. Suresh Shah said,

    February 14, 2016 @ 4:09 AM

    જીવ ને જો આકાંક્ષા ન હોય તો, જીવન અધુરું લાગે. વિશાળ ગગનને જોયા પછી જીવ કે ઝાલ્યો રહે?
    અગાઊ કરેલી એક્વેરિયમની માછલીની વાત યાદ આવી ગઈ – એ માછલી કેમ કરી મન મનાવતી હશે કે એક્વેરિયમ નું પાણી જ એના માટે દરિયો છે.
    આવી પરવશતા માનવી ના જીવનમાં પણ ક્યારેક આવે છે. કાંઈ કેટલીયે ઈચ્છાઓ ને ધરબીને જીવવાનું!

  2. Dhaval Shah said,

    February 14, 2016 @ 9:57 AM

    આભાર, પક્ષી થયાનો.
    આભાર, સ્વરનો.
    આભાર, ગીતનો.
    આભાર, પાંજરાનો.
    આભાર, સૂર્યનો.
    આભાર, દ્રષ્ટીનો.
    આભાર, આકાશનો.
    અને
    આભાર, દુઃખનો.

  3. Girish Parikh said,

    February 14, 2016 @ 10:46 AM

    કોઈ કાવ્ય મને ખૂબ જ ગમે છે ત્યારે હું એને વિશ્વભાષા અંગ્રેજીમાં રજૂ કરવા પ્રયત્ન કરું છું:

    FROM THAT MOMENT
    The bird singing in a cage
    one day
    glanced at the sky
    and from that moment
    began its misery.
    –Vipin Parikh
    (The above will be posted on http://www.GirishParikh.wordpress.com. I may add my appreciation of the poem also.)
    (ગુજરાતીમાં સર્જન કરતા સહુ સર્જકોને http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર “નોબેલ પ્રાઈઝ” કેટેગોરીમાં સર્જાતું પુસ્તક “ગુજરાતીમાં સર્જન કરતા સાહિત્યકારોને નોબેલ પ્રાઈઝ કેવી રીતે મળે?” વાંચવા વિનંતી કરું છું.)

  4. “ત્યારથી” શું થયું ? | Girishparikh's Blog said,

    February 14, 2016 @ 10:14 PM

    […] વિપિન પરીખના “ત્યારથી” કાવ્યની લીંકઃ https://layastaro.com/?p=13491 […]

  5. વિવેક said,

    February 15, 2016 @ 1:49 AM

    સુંદર રચના….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment