યાચના – ચન્દ્રકાન્ત ધલ
ખાવાનું આપતી વખતે
પાંજરાના પોપટે મને કહ્યું:
‘તમે મને ખાવા-પીવાનું આપો છો
એ બરાબર છે
પણ
મારી પાંખો કાપી આપોને
મને એનો
બહુ
ભાર લાગે છે.’
– ચન્દ્રકાન્ત ધલ
એક જ લીટીની કવિતા પણ જાણે કોઈ આપણી છાતીમાં તીક્ષ્ણ કટારી હુલાવી ન દેતું હોય એવી ટીસ કાયમ માટે મૂકી જાય એવી.
KETAN YAJNIK said,
February 13, 2016 @ 3:32 AM
બેમિસાલ્
Suresh Shah said,
February 13, 2016 @ 5:29 AM
કારમી વેદના.
જે પાંખો નો ઉપયોગ નથી થઈ શકતો, એને શું કામ ઉપાડવી?
Girish Parikh said,
February 13, 2016 @ 11:56 AM
કોઈ કાવ્ય મને ખૂબ જ ગમે છે ત્યારે હું એને વિશ્વભાષા અંગ્રેજીમાં રજૂ કરવા પ્રયત્ન કરું છું:
While feeding
the parrot in the cage
it said to me:
it is OK that you
give me food to eat
and water to dink
but
kindly cut my wings
I cannot bear them any more!
–Chandrakant Dhal.
(The above will be posted on http://www.GirishParikh.wordpress.com. I may add my appreciation of the poem also.)
jAYANT SHAH said,
March 7, 2016 @ 6:49 AM
આ કેવી કારમી વેદના , નહી ? આપણા જ શરીરનુ અન્ગ આપણને જ ભારે પડે.
અને બ્બીજાને કેવુ પડે કે કાપ !