બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.
ગૌરાંગ ઠાકર

લા.ઠા. સાથે – ૦૮ – ગીત – લાભશંકર ઠાકર

ગો વિના તો વછ કિમ જીવિ
.                        વણ વારિ કિમ મીન?
આભ વિના પંખી નવ જીવિ,
.                        શબ્દ વિના હું દીન.
તુંય વિના હું કહિ પિરિ જીવું?
.                        અદીઠ અપરંપાર!
આશા મોટી તાહારી મુજનિ
.                        જીવું તુજ આધાર.
અહર્નિશિ તુજ સ્વર સાંભળતો
.                        તોય કશો હદબાર
મુખનું મહોરું હઠાવી મોહન,
.                        દિયો દરસ દરબાર!
ક્ષણ એક તારા વિના ન ચાલે
.                        અકળવિકળ તુજ ફંદ
પલપલ તુજને આરાધું
.                        શેં છૂટે ન તારો છંદ?

– લાભશંકર ઠાકર

અમેરિકાથી સ્નેહીમિત્ર દેવિકા ધ્રુવ આ રચના મોકલવાની સાથે કહે છે, “સુરેશ દલાલ સંપાદિત ‘કાવ્યકોડિયાં’( માર્ચ,૧૯૮૧ )માંથી લા.ઠા. નું એક ‘સ્તવન’ કાવ્ય ‘લયસ્તરો’ માટે મોકલું છું. સાચા સારસ્વતની એક આરઝુ ‘શબ્દ વિના હું દીન’માં સુપેરે સંભળાય છે તો ‘મુખનું મહોરું હઠાવી મોહન’માં નિરાકારના ગહન અર્થના કંઈ કેટલાય દીવાઓ પ્રગટાવી દીધા છે! પ્રાચીન ગુજરાતી ગીત શૈલીમાં ગૂંથાયેલ આ કાવ્યના પદોમાં શબ્દ-સંગીત અને નાદ સૌન્દર્ય પણ છલોછલ ઉભરાયું છે..”

4 Comments »

  1. Girish Parikh said,

    January 22, 2016 @ 7:57 PM

    વિવેકને આ ગીત પોસ્ટ કરવા માટે તથા દેવિકાબહેનને ગીત મોકલવા બદલ મબલખ અભિનંદન. અલબત્ત, બન્નેને સાચા હીરાની પરખ છે.
    લા.ઠા.ના કાવ્યકર્મનો સર્જનનો મહિમા પણ હવે સમજાય છે.

  2. લા.ઠાનું એક અદભુત ગીત | Girishparikh's Blog said,

    January 22, 2016 @ 9:54 PM

    […] ગીત જરૂર સાંભળશો. લા.ઠા.ના ગીતની લીંકઃ https://layastaro.com/?p=13453   (All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and […]

  3. Dhaval said,

    February 1, 2016 @ 9:25 AM

    બહુ સરસ ગીત !

  4. HATIM THATHIA BAGASRAWALA said,

    February 6, 2016 @ 1:51 PM

    LA-TH DAIHIK ASTITVA AAPNA VACHHE NATHI PARANTU E MANEK CHAWK, VAIDRAJ NI BUDHAWARNI MASTI BHARI MEHFEEL,.Rajendra Sukla , Rav
    vji patel a T.B patient Chinu Modi. AaDIL mANSURI ane Re Mutha of 65-68 we could not forget. Amar Gujarati Kavi. Aapna Atma ne sneh vandna

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment