…..તારા અક્ષરના સમ – મુકેશ જોષી
જો મારી આંખોનો આટ્લો ધરમ
તારી ટપાલ રોજ વાંચે ને પૂજે ને ચૂમે ને બસ….
…..તારા અક્ષરના સમ
તું મારી વાદળી શાહીમાંથી વાદળાં કેવાં ઉડાડતો હું જાણતી
અક્ષરની વાછરોટ ઉપરથી વરસે ને અર્થોની નદીઓ બહુ તાણતી
કેવી પગલાઈ તું પગલાં શણગારતો, હું મારા ભૂંસતી કદમ….
…..તારા અક્ષરના સમ
કાગળને તળિયે તે વાવેલી મ્હેક, વેંત ઉપર તે મેઘધનુષ પાથર્યા
શબ્દોની વચ્ચેના ચાંદરણે આવી ને શમણાંને અધવચ્ચે આંતર્યા
જેટલા અક્ષર તે કાગળમાં નહીં લખિયા, એટલાં મેં લીધા જનમ…
…..તારા અક્ષરના સમ
– મુકેશ જોષી
નખશિખ સુંદર ગીત……
વિવેક said,
January 3, 2016 @ 12:56 AM
વાહ… સવાર સવારમાં આવું મજાનું ગીત… ભઈ વાહ !!!
Rajul said,
January 3, 2016 @ 1:30 AM
આહા.. સુંદર ગીત..
…..તારા અક્ષરના સમ – મુકેશ જોષી | વિજયનું ચિંતન જગત- said,
January 3, 2016 @ 6:11 AM
[…] https://layastaro.com/?p=13376 […]
…..તારા અક્ષરના સમ – મુકેશ જોષી | સહિયારું સર્જન – ગદ્ય said,
January 3, 2016 @ 6:16 AM
[…] https://layastaro.com/?p=13376 […]
nehal said,
January 3, 2016 @ 11:41 AM
મધુરું મઘમઘતું ગીત! વાહ!
Bhadresh Joshi said,
January 3, 2016 @ 12:02 PM
Not meant for Mass. It is only for those who can appreciate Gujarati to this high level.
વિચારવિસ્તાર કરો.
CHENAM SHUKLA said,
January 4, 2016 @ 1:34 AM
વાહ ….મજાનું ગીત…..
jAYANT SHAH said,
January 4, 2016 @ 6:43 AM
તારા અક્સર ના સમ , બહુ ગમ્યુ .
Pravin Shah said,
January 5, 2016 @ 10:05 PM
Sundar Geet…
Chandrakant Gadhvi said,
January 9, 2016 @ 4:33 PM
અકસર નેી સિક્સર મુકેશભાઇ. સુન્દર મનભાવન ગેીત તમારા સમ…
nilam doshi said,
January 11, 2016 @ 4:25 PM
વાહ્..વાહ..
મારા અતિ પ્રિય કવિ..
Harshad said,
January 30, 2016 @ 1:57 PM
Beautiful Kavita.
નરેશ સોલંકી said,
October 26, 2019 @ 6:11 AM
વાહ