નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારા પગલાંથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.
– ખલીલ ધનતેજવી

ઝળહળ – મનહર મોદી

ઝળહળ ઝળહળ અંધારું છે
હું એનો ને એ મારું છે

આ ઘર ઓ ઘર ને એ એ ઘર
ના મારું કે ના તારું છે

વાંધો શો છે વ્હેંચી લઈએ
અજવાળું તો મજિયારું છે

દુઃખને દુઃખ ભેટે છે હોંશે
આવું સુખ સૌથી સારું છે

કોક વખત એવું પણ લાગે
અજવાળું તો અંધારું છે

આભ અને એથી ઊંચે તું
પંખી કેવું ઊડનારું છે !

પડવું, ઊઠવું, ચાલ્યા કરવું
ભઈલાજી, આ સંસારું છે

– મનહર મોદી

હળવે તે હાથ નાથ ! મહીડાં વલોવજો….

2 Comments »

  1. Girish Parikh said,

    December 31, 2015 @ 12:47 PM

    મનહર મોદીની મનહર ગઝલ !

  2. Chandrakant Gadhvi said,

    January 10, 2016 @ 1:59 PM

    મારા મનભાવન ગઝલકાર . વાન્ધો શુ …વહેચેી લયે અજવાલુ તો સહિયારુ…વાહ વાહ ક્યા બાત હૈ અને ભઇલાજિ…અન્તિમ પન્ક્તિ મોહિ લેીધુ મન..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment