હું હજી સમશાનથી નીક્ળ્યો નથી,
રુક જરા ! સંન્યાસ ચાલુ છે હજી.
વિવેક મનહર ટેલર

ઈશારો – હરીન્દ્ર દવે

મેં તો ઓઢણાં મંગાવ્યાં ભલી ભાતનાં
ને એણે આણ્યું કપાસનું ફૂલ રે…

નેહથી મેં ઝાઝી વાત માંડી,
તો વળતામાં આંખનો ઈશારો એણે કીધો,
ઝાઝાં ફૂલો મેં જઈ દીધાં,
વ્હાલાએ એક ફોરમનો પ્યાલો પાઈ પીધો,
લાખેણી જીદ મારી ચાલી ના,
એક એના સ્મિતમાં સો વાત થૈ કબૂલ રે…

મેં તો ઓઢણાં મંગાવ્યાં ભલી ભાતનાં
ને એણે આણ્યું કપાસનું ફૂલ રે…

સપનું મેં રાતભરી જોયું,
ને એણે એક મીટ મહીં સમજાવ્યો સાર,
લખ રે ચકરાવે હું ભમતી’તી,
એણે લીધું હાથમાં સુકાન, બેડો પાર,
એક રે સિતારો મેં માગ્યો’તો,
આપ્યું એણે આખું આકાશ આ અમૂલ રે…

મેં તો ઓઢણાં મંગાવ્યાં ભલી ભાતનાં
ને એણે આણ્યું કપાસનું ફૂલ રે…

– હરીન્દ્ર દવે

જગન્નીયંતાને સંબોધીને લખાયેલું એક ઉત્તમ ભજન/ઊર્મિકાવ્ય…..

5 Comments »

  1. વિવેક said,

    November 23, 2015 @ 2:18 AM

    સુંદર કાવ્ય….

  2. KETAN YAJNIK said,

    November 23, 2015 @ 7:27 AM

    કશું પણ લખવા જતા મુ. સ્ને હરીન્દ્રભાઈ પ્રત્યેનો પક્ષપાત જાહેર થઇ જશે.1972માં જનશક્તિમાં મારી નોટમાં આલેખાયેલી વરસાદી સાંજે ચલ વરસાદની મોસમ છે અત્યારે પણ મારી સંવેદનાને રણકાવી જાય છે
    મારી અત્યારની પળો ને જીવાડી જતો તમારા ” ઇશારા” બદલ આભાર

  3. Girish Parikh said,

    November 23, 2015 @ 12:23 PM

    હરીન્દ્ર દવે તો હરીન્દ્ર જ છે ! મારે એમનાં ભક્તિથી છલકાતાં કાવ્યો વિશે પુસ્તક લખવાનું હોય તો એનું “હરીન્દ્રનું હરિદર્શન” નામ આપું.
    –ગિરીશ પરીખ
    તા.ક. હરીન્દ્રના આ “ઈશારો” ભક્તિ ગીત પ્રતિ ઈશારો કરવા http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર લખવા પ્રયત્ન કરીશ.

  4. Maheshchandra Naik said,

    November 23, 2015 @ 5:55 PM

    શ્રી હરીન્દ્ર દવેને સલામ અને સ્મૃતી વંદના…………..

  5. Harshad said,

    November 24, 2015 @ 12:28 AM

    Beautiful

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment