શ્વાસ નશ્વર, થઈ ગયા ઈશ્વર હવે,
શબ્દનો સત્સંગ છે મારી ભીતર.
વિવેક મનહર ટેલર

વાસો – દલપત પઢિયાર

જણ ! તમે કિયે ઘેર કરશો જઈ વાસો ?
મનનો મુકામ ક્યાંય કાયમનો નહીં,
ભલે દરિયાનો આલો દિલાસો !
જણ ! તમે કિયે ઘેર કરશો જઈ વાસો ?

કોને કહેવું અહીં મંડપ હતો
ને હતાં કેવડાંનાં મઘમઘતાં વન,
ફૂલ જેવાં ફૂલ અને ખરતાં કમાડ
પછી હળવેથી વાસો ના વાસો !
જણ ! તમે કિયે ઘેર કરશો જઈ વાસો ?

ચંદન તલાવડીમાં તારા ખર્યા
ને પછી તીર ઉપર ટાંપીને બેઠા,
ખોબો ભર્યો એ તો ખાલી ખુલાસો
જળ જેવા જળમાં લ્યો જાસો !
જણ ! તમે કિયે ઘેર કરશો જઈ વાસો ?

અડધો પંથક લીધો ઉંબરની બહાર
અને અડધો આ પાંગથને છેડે,
જીવતરની વાયકાનું ઝાઝું શું કહેવું ?
વણછામાં વાઢ્યો જવાસો !
જણ ! તમે કિયે ઘેર કરશો જઈ વાસો ?

– દલપત પઢિયાર

તળપદી ભાષામાં જરા હળવેથી ઊઘડતું મધુરું ગીત.

6 Comments »

  1. નિનાદ અધ્યારુ said,

    October 31, 2015 @ 12:40 AM

    ચંદન તલાવડીમાં તારા ખર્યા

    વાહ !

  2. Vikas Kaila said,

    October 31, 2015 @ 1:34 AM

    અડધો પંથક લીધો ઉંબરની બહાર
    બધુ આવી ગયુ અહિ….

    મજા પડી ગઈ….

  3. CHENAM SHUKLA said,

    October 31, 2015 @ 3:09 AM

    કવિના લખેલા ગીતો એમના જ સ્વમુખેથી સંભાળવાનો લ્હાવો પણ અનેરો છે

  4. KETAN YAJNIK said,

    October 31, 2015 @ 3:44 AM

    તોયે કેટલું થાકી જવું પડ્યું છે “બેફામ”
    નહિતર તો રસ્તો હતો ઘર થી કબર સુધી
    કેવું, કોનું, ક્યાંનું કયુ ઘર?

  5. NARESH SHAH said,

    October 31, 2015 @ 3:12 PM

    TALPADI. SHABDO NO ARTH SAMJAAVO

    TO VADHARE MAANEE SHAKAAY. TAMAARU

    BHASHA PARNU. PRABHUTVA. SAARUN. CHHE.

    AABHAAR.

  6. Poonam said,

    November 2, 2015 @ 2:00 AM

    ખોબો ભર્યો એ તો ખાલી ખુલાસો
    જળ જેવા જળમાં લ્યો જાસો ! Waah !
    – દલપત પઢિયાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment