પીડાને ઠપકો – અનિલ ચાવડા
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?
જીવનની બસમાં ખુશીઓની માટે સ્હેજે જગા જ રાખી નૈ!
તેં કીધું’તુંઃ ‘અમથી અમથી બેઠી છું હું ઝળઝળિયાને કાંઠે’,
હળવે રહી તેં ચરણ ઝબોળ્યાં, ઊતરી અંદર, પછી મને તું ગાંઠે?
આંખોનું આ તળાવ આખ્ખું ડ્હોળી નાખ્યું લિમિટ જરાયે રૈ?
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?
તું ને તારો પેલો પ્રેમી એનું શું કીધું ‘તું નામ; ઉઝરડો?
તમે બેઉં જ્યાં ન્હોર લઈને મળી રહ્યા છો એ છે મારો બરડો;
મારામાંથી કાઢી મૂકો બહાર મને અંદરથી તાળું દૈ!
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?
– અનિલ ચાવડા
નવતર પ્રયોગ, પણ બળકટ……..
વિવેક said,
October 25, 2015 @ 1:42 AM
સાદ્યંત સુંદર ગીતરચના…
KETAN YAJNIK said,
October 25, 2015 @ 7:03 AM
બધી વાતોની હજી સહુને ખબર ક્યાં થઈ છે ?
કાવ્યમાં શું શું કબૂલાત કરું છું એ જુઓ.
વિવેક ટેલર
perpoto said,
October 26, 2015 @ 1:46 AM
વાહ અનિલભાઈ..
તેં કીધું’તુંઃ ‘અમથી અમથી બેઠી છું હું ઝળઝળિયાને કાંઠે’,
હળવે રહી તેં ચરણ ઝબોળ્યાં, ઊતરી અંદર, પછી મને તું ગાંઠે?
CHENAM SHUKLA said,
October 26, 2015 @ 2:24 AM
પ્રિય મિત્ર અનિલની રચનાઓ વાંચીએ તો મારી જેમ ઘણાને ટાઢક થતી હશે કે કવિતાનું ભવિષ્યમાં કેવા બળકટ હાથમાં રમવાનું છે ….વાહ
Anil Chavda said,
October 26, 2015 @ 2:51 AM
પ્રિય વિવેકભાઈ,
અને લયસ્તરોની ટીમ શ્રી ધવલભાઈ અને તીર્થેશભાઈ…
ઈ-માધ્યમ દ્વારા મારા જેવા ઘણા નવા કવિઓને તમે અઢળક વાચકો આપ્યા છે,
લયસ્તરોનું ગુજરાતી કવિતાસાહિત્યમાં આ બહુ મોટું પ્રદાન છે, જેને એક મોટું ઋણ પણ કહી શકાય.
તેમાં આપની સાહિત્ય પ્રત્યેની નિષ્ઠાને તો સલામ હોય જ, એની સાથે સૌથી મોટી વાત એ તમારી સાહિત્યિક સૂઝ અને દૃષ્ટિની પણ છે.
એક નવા સર્જક તરીકે હું આપની સહુ પ્રવૃત્તિને સલામ કરું છું…
PRIYAVADAN PRAHLADRAY MANKAD said,
October 26, 2015 @ 6:20 AM
A poem personified as if you are scolding a lady personally. Very good and innovative way of writing a poem. Congratulations a lot.
yogesh shukla said,
October 26, 2015 @ 1:20 PM
કવિ શ્રી ,
રચના સરસ છે, વિષય પણ સારો છે ,
Dharmesh said,
October 27, 2015 @ 12:37 AM
વાહ, સીધી વાત પીડા સાથે જ્.. ચોટદાર અભિવ્યક્તી, નાની પણ બહુ જ ઉઁડી…
HARSHAD said,
October 29, 2015 @ 2:33 PM
VERY GOOD.Like it.