તું હિસાબોની બ્હાર રહેવાનો,
શું કરું હું તને ઉધારીને...!
અંકિત ત્રિવેદી

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

આમ ભરચક આમ ખાલી,
મન તો છે જાદૂઈ પ્યાલી.

એ હતી નવજાત તો યે,
વાત આખી રાત ચાલી.

છે સવાલો સાવ નક્કર,
પણ, જવાબો છે ખયાલી.

ઘાસની લીલી સભા પર,
શ્વેત ઝાકળની છે લાલી.

સાત પગલા મેં ભર્યા છે,
ખુદની દુ:ખતી રગને ઝાલી.

તું ગણિત એવું ગણે કે,
મૂડી મુદ્લ, વ્યાજ પાલી.

કેફિયત મારી સૂણીને,
આ ગઝલ પણ ફૂલી-ફાલી.

– લક્ષ્મી ડોબરિયા

અન્ય કવિઓ સાથે ભાગીદારીમાં બબ્બે સંગ્રહ આપ્યા બાદ રાજકોટના કવયિત્રી લક્ષ્મી ડોબરિયા પોતાનો પ્રથમ સ્વતંત્ર ગઝલસંગ્રહ “તાસીર જુદી છે” લઈને આવ્યા છે. સંગ્રહમાંથી એક મજાની ગઝલ આપ સહુ માટે…

લયસ્તરો તરફથી કવયિત્રીને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ…

5 Comments »

  1. નિનાદ અધ્યારુ said,

    October 9, 2015 @ 12:47 AM

    તું ગણિત એવું ગણે કે,
    મૂડી મુદ્લ, વ્યાજ પાલી.

    ઉત્તમ !

  2. CHENAM SHUKLA said,

    October 9, 2015 @ 4:43 AM

    લક્ષ્મીબેનની ગઝલોમાં નવીનતા જોવા મળે છે.
    કેફિયત મારી સૂણીને,
    આ ગઝલ પણ ફૂલી-ફાલી….વાહ આજ રીતે તમારી કલમ ફૂલે-ફાલે તેવી અભ્યર્થના ..

  3. Sandip Pujara said,

    October 9, 2015 @ 7:47 AM

    સાત પગલા મેં ભર્યા છે,
    ખુદની દુ:ખતી રગને ઝાલી.
    વાહ… લક્ષ્મીબેન.. ટૂંકી બહેરમાં સુંદર ગઝલ!

  4. yogesh shukla said,

    October 9, 2015 @ 11:14 AM

    સરસ રચના

  5. Harshad said,

    October 10, 2015 @ 12:11 AM

    Beautiful gazal.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment