જીવતું રાખવા તાપણું આપણે,
ચાંપવું રોજ સંભારણું આપણે.
જયંત ડાંગોદરા

ન સાંભળે – ભગવતીકુમાર શર્મા

પથ્થરના બનેલા છે આ રસ્તા, ન સાંભળે
લોહીલુહાણ ચરણોની પીડા ન સાંભળે

એને કહેવું શું કે જે અષાઢ – શ્રાવણમાં
કેસેટ સાંભળે ને ટહુકા ન સાંભળે

મળવા ધસેલી એક સરિતાના કાનમાં
દરિયો જે કરે વાત તે મોજાં ન સાંભળે !

વીણા વગાડવી છે પરંતુ સચેત છું
થોડાંક સાંભળે ને ટોળાં ન સાંભળે

ઘડિયાળ છે જીવંત, સમય તાલબધ્ધ છે
ભીંતોનો દોષ છે જે ટકોરા ન સાંભળે

એ છે અધીરતા કે ઉપેક્ષા ખબર નથી
આખી ગઝલ સુણે અને મક્તા ન સાંભળે.

– ભગવતીકુમાર શર્મા

બધા માત્ર બોલે જ છે……’સાંભળે’ છે જ કોણ !!??

6 Comments »

  1. KETAN YAJNIK said,

    October 4, 2015 @ 6:37 AM

    એ છે અધીરતા કે ઉપેક્ષા ખબર નથી
    સરસ્

  2. vimala said,

    October 4, 2015 @ 10:57 AM

    “એને કહેવું શું કે જે અષાઢ – શ્રાવણમાં
    કેસેટ સાંભળે ને ટહુકા ન સાંભળે”

    “બધા માત્ર બોલે જ છે……’સાંભળે’ છે જ કોણ !!??”

  3. yogesh shukla said,

    October 4, 2015 @ 11:17 AM

    એને કહેવું શું કે જે અષાઢ – શ્રાવણમાં
    કેસેટ સાંભળે ને ટહુકા ન સાંભળે

    આવા શેર ને કારણે જ હું કવિ શ્રી ભગવતીભાઈ શર્મા નો ચાહક છું,

  4. CHANDRESH KOTICHA said,

    October 6, 2015 @ 5:29 AM

    વીણા વગાડવી છે પરંતુ સચેત છું
    થોડાંક સાંભળે ને ટોળાં ન સાંભળે

    ખુબ સરસ ગઝલ

  5. Harshad said,

    October 6, 2015 @ 7:39 AM

    Wow. So Beautiful creation.

  6. Kamlesh Dalal said,

    October 8, 2015 @ 4:39 AM

    આ ખૂબ સરસ રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment