લખવા છે પડછાયા રે – પ્રફુલ્લ પંડ્યા
લખી શકાતા હોય તો મારે લખવા છે પડછાયા રે
મને મૂંઝવે દિવસરાત ને સમય સમયની માયા રે !
હું લખવા બેસું છું ત્યારે શબ્દો થૈ જાય સાધુ રે
ભાષા ભગવી લખતા રહેવું – એમ વચન હું બાંધું રે
ચાખડી પહેરી ફરતા અર્થો, બળતી મારી કાયા રે !
ભસ્મની માફક ઊડતા રહેવું નગર નગરના દરવાજે
આવકાર કોઈ આપી દે તો વરત થૈ વરતાજે
વરત વરતની વાયકાઓના તૂટી પડ્યા સૌ પાયા રે !
– પ્રફુલ્લ પંડ્યા
મજાનું લયબદ્ધ ગીત. ધીરે રહીને ઊઘડતું….
Neha said,
September 10, 2015 @ 2:48 AM
ચાખડી પહેરી ફરતા અર્થો, બળતી મારી કાયા રે !
વાહ કવિ!!
સુંદર ગીત.
perpoto said,
September 10, 2015 @ 3:40 AM
ચાખડી પહેરી ફરતા અર્થો, બળતી મારી કાયા રે !
વાહ સરસ…
Dhaval said,
September 10, 2015 @ 12:18 PM
Vah !
Harshad said,
September 10, 2015 @ 9:42 PM
વાહ, બહૂત ખૂબ !!
yogesh shukla said,
September 10, 2015 @ 10:22 PM
બહુજ સુંદર રચના
ડૉ.મહેશ રાવલ said,
September 10, 2015 @ 11:40 PM
શ્રી વિવેકભાઇએ ખરૂં કહ્યું, ખરેખર ધીરે રહીને ઊધડતું લયબદ્ધ ગીત.
સુંદર ભાવગુંથણી થઇ છે.
ખાસ તો, ભસ્મની માફક ઊડતા રહેવાની વાત લઇને આવેલો અંતિમ બંધ વધુ ગમ્યો.
-અભિનંદન કવિશ્રીને.
Poonam said,
October 1, 2015 @ 3:13 AM
વાહ !