નહિ લખું – સુરેશ પરમાર ‘સૂર’
“તું લખે તો હુંય લખું” એવાં બહાને નહિ લખું;
છે પૂરું સામર્થ્ય પણ, ખોટા ઉપાડે નહિ લખું.
વાત પાયાની અને સાર્થક રહે, ત્યાં છે ગઝલ;
એ સમજ છે એટલે, વહેતા વિચારે નહિ લખું.
તુંય જાણે છે કે શું છે ન્યાય ? શું છે સમતુલા ?
એમ જાણી દોસ્ત, ઓછું કે વધારે નહિ લખું.
વાહવાહી, દાદ, તાળી-ગુંજ, બહુ સારી છે પણ;
હું સભાને આંજી દેવાના ઈરાદે નહિ લખું.
‘સૂર’મય બે શબ્દ લઈ, કાને પડું તો ઠીક છે;
માથે યા છાપે ચડું, એવા હિસાબે નહિ લખું.
– સુરેશ પરમાર ‘સૂર’
આજના ગઝલકારોએ આંખ સામે ૨૪ કલાક મૂકી રાખવા જેવી ગઝલ…
Rina said,
August 7, 2015 @ 2:23 AM
Waaaaahhhhh
Arpana Gandhi said,
August 7, 2015 @ 2:42 AM
મુદ્દાસર વાત સરસ રીતે કહેવાઈ છે.
suresh parmar said,
August 7, 2015 @ 4:24 AM
આભાર, લયસ્તરો.
આભાર, રિનાજી.
આભાર, અર્પણાજી.
મેહુલ દેવકલા said,
August 7, 2015 @ 4:55 AM
સુંદર ગઝલ , સુરેશભાઈ
La'Kant Thakkar said,
August 7, 2015 @ 11:39 AM
રિયલેી સરસ…..સામે રાખવા જેવેી જ !
La'Kant Thakkar said,
August 7, 2015 @ 11:43 AM
સરસ.સામે રાખવા જેવેી જ ! હૈયે અન્કાઈ જાય એવેી પણ …
Yogesh Shukla said,
August 7, 2015 @ 3:22 PM
વાહવાહી, દાદ, તાળી-ગુંજ, બહુ સારી છે પણ;
હું સભાને આંજી દેવાના ઈરાદે નહિ લખું.
બહુજ સચોટ રીતે કહેવાયું છે , હું નહિ લખું ,
Harshad said,
August 7, 2015 @ 8:17 PM
Bhai Suresh… Bahut Khub!!! wah wah kya baat hai! sache j mazaa aavi gai.
ENJOYED dilthi.
Rajnikant Vyas said,
August 8, 2015 @ 12:25 AM
અલગ અંદાઝમાં લખાયેલી ગઝલ!
વાહ ‘સૂર’!
Himal Pandya said,
August 8, 2015 @ 1:41 AM
ખુબ સરસ રચના…ખરેખર આજના સર્જકોએ અનુસરવા જેવી….
માથે યા છાપે ચડું, એવા હિસાબે નહિ લખું….. વાહ. અભિનંદન
Suresh Parmar said,
August 8, 2015 @ 3:52 AM
Abhaar; Mehulbhai.
Abhaar; La’Kant Thakkar;
Abhaar; Yogeshbhai.
Suresh Parmar said,
August 8, 2015 @ 3:57 AM
Thanks; Harshadbhai;
Thanks; Rajnibhai;
Thanks; Himalbhai.
Pravin Shah said,
August 8, 2015 @ 9:09 AM
Khub sundar gazal sureshbhai…
Suresh Parmar said,
August 8, 2015 @ 10:15 PM
આભાર; પ્રવિણભાઈ.
Shahadat Meerza said,
August 16, 2015 @ 12:47 PM
खुब ज सरस सुरेशभाई
Poonam said,
August 22, 2015 @ 4:43 AM
હું સભાને આંજી દેવાના ઈરાદે નહિ લખું. વાહ !