ગઝલ – ગૌરાંગ ઠાકર
મહેલમાં જેમને વન લાગે છે,
એમની વાતમાં મન લાગે છે.
ખીણ પર્વતનું પતન લાગે છે,
ને ઝરણ એનું રુદન લાગે છે.
ભાર જીવનમાં બીજો છે જ નહીં,
હળવા પાકિટનું વજન લાગે છે.
આંખમાં આંસુ છે હૈયામાં આગ,
જાણે પાણીમાં હવન લાગે છે.
બાગમાં ફૂલ અને ઝાકળનું,
અમને તો હસ્તધૂનન લાગે છે.
તું કશું બોલે નહી ત્યારે બસ,
મૌન શબ્દોનું કફન લાગે છે.
આ તને ચાહવાનું છે પરિણામ,
વિશ્વ આખું જ સ્વજન લાગે છે
– ગૌરાંગ ઠાકર
સરલ, સહજ પણ મનનીય ગઝલ… કવિનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ…
Yogesh Shukla said,
August 6, 2015 @ 12:32 AM
તું કશું બોલે નહી ત્યારે બસ,
મૌન શબ્દોનું કફન લાગે છે.
બહુજ સુંદર રચના
Rina said,
August 6, 2015 @ 12:36 AM
Waaahhh
binitapurohit said,
August 6, 2015 @ 3:16 AM
વાહ ……..
સુંદર રચના
Poonam said,
August 6, 2015 @ 4:01 AM
આ તને ચાહવાનું છે પરિણામ,
વિશ્વ આખું જ સ્વજન લાગે છે
– ગૌરાંગ ઠાકર – મસ્ત…
preetam Lakhlani said,
August 6, 2015 @ 11:11 AM
ખીણ પર્વતનું પતન લાગે છે,
ને ઝરણ એનું રુદન લાગે છે.
ભાર જીવનમાં બીજો છે જ નહીં,
હળવા પાકિટનું વજન લાગે છે.
ઉત્તમ શેર વિના ગઝલનું કોઈ મહત્વ નથી….આ ગઝલકાર શેરને વઘુ મહત્વ આપે છે……..
mahesh dalal said,
August 7, 2015 @ 11:59 AM
વાહ સર સ રચના . સ્પર્શિ ગૈ
mahesh dalal said,
August 7, 2015 @ 12:01 PM
વાહ વાહ સર રચના સ્પર્શિ ગૈ
nehal said,
August 8, 2015 @ 6:01 AM
Waah. ..ĺaghav ma adbhut vaat raju thai chhe
આંખમાં આંસુ છે હૈયામાં આગ,
જાણે પાણીમાં હવન લાગે છે
.
તું કશું બોલે નહી ત્યારે બસ,
મૌન શબ્દોનું કફન લાગે છે.
આ તને ચાહવાનું છે પરિણામ,
વિશ્વ આખું જ સ્વજન લાગે છે
Harshad said,
August 8, 2015 @ 10:13 PM
Sunder.