વર્ષો પછી હું એને ભેટ્યો તો એમ લાગ્યું,
બાકી બધું જ ગાયબ, આદાબ રહી ગયા છે.
- વિવેક મનહર ટેલર

એક મજાનું ગીત હું જાણતો હતો – સ્ટિફન ક્રેન (અનુ. વિવેક મનહર ટેલર)

એકવાર, હું એક મજાનું ગીત જાણતો હતો,
-એકદમ સાચી વાત, મારો વિશ્વાસ કરો-
એ આખું પંખીઓનું હતું,
અને મેં એ ઝાલી રાખ્યું હતું મારી છાબલીમાં,
જ્યારે મેં ઝાંપો ખોલ્યો,
હે પ્રભુ ! એ બધા જ ઊડી ગયાં.
હું ચિલ્લાયો, “પાછા આવો, નાના વિચારો!”
પણ તે ફક્ત હસ્યા.
તેઓ ઊડતા ગયા
ત્યાં સુધી જ્યારે તેઓ ધૂળ સમા દેખાવા માંડ્યા,
મારી અને આકાશ વચ્ચે ફેંકાયેલી.

– સ્ટિફન ક્રેન
(અનુ. વિવેક મનહર ટેલર)

*

સાવ નાના અમથા કાવ્યમાં કવિ કવિતાને કેવી સરસ રીતે સમજાવે છે ! કવિ પાસે એક ખૂબ મજાનું ગીત છે પણ કવિએ એ મજાના વિચારોને અક્ષરોમાં કેદ કરી રાખવા ધાર્યું છે. જો કવિ એના વિચારોને એના મન, એના કાગળની કેદમાંથી મુક્ત કરે તો તે તરત જ દૂર ઊડી જશે… આકાશમાં ફેંકેલી ધૂળ જેવા છે આ વિચારો… એ ધૂળ પાછી ચહેરા પર જ આવી પડશે. પણ જરૂર છે એને મુક્ત કરવાની કેમકે વિચારોની આઝાદી જ સાચી કવિતા છે.

*
LXV [Once, I knew a fine song]

Once, I knew a fine song,
—It is true, believe me,—
It was all of birds,
And I held them in a basket;
When I opened the wicket,
Heavens! They all flew away.
I cried, “Come back, little thoughts!”
But they only laughed.
They flew on
Until they were as sand
Thrown between me and the sky.

– Stephen Crane

4 Comments »

  1. KETAN YAJNIK said,

    August 8, 2015 @ 1:36 AM

    i am te prisoner of my own cage

    અનુવાદથી અને ટીપ્પણી થી ચઢું સમાજ પડી આભાર

  2. harish shah said,

    August 8, 2015 @ 3:46 AM

    Harish Shah

    અદભૂત રજૂઆત …… વિચારોના માધ્યમના મોરપિચ્છ ની અણી , કવિ એ અદમ્ય કલ્પનાની સ્યાહીમાં ઝબોળી , વિચારોના ફલક ઉપર લખ્યું હોય તેવી અનુભૂતિ વાંચીને થઇ

    કેટલી ગજબની સમય શૈલી ! વિચારો ને પંખી ની તુલનાત્મક વાત , ચંચળતાની પરાકાષ્ટા સમાન આ છણાવટ દાદ માંગી લે છે ,

    આંખો અને આકાશ વચ્ચે આવતી ધૂળ , કોઈ ધૂંધળી પણ દ્રઢ મનોઅવસ્થાનું પ્રતિક વંચાય છે

    અતિ સુંદર રચના , રજૂઆત અને ભાષાંતર

    આભાર ડો. વિવેકભાઈ

    હરીશ શાહ

    વડોદરા

  3. CHENAM SHUKLA said,

    August 8, 2015 @ 6:29 AM

    તેઓ ઉડતા ગયા
    મારી અને આકાશની વચ્ચે
    ફેંકાયેલી ધૂળ જેવા દેખાયા ત્યાં સુધી ……..

  4. Harshad said,

    August 8, 2015 @ 10:08 PM

    Like. Beautiful creation so translation by Vivek.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment