સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા-થોડા લઉં છું કામમાં.
વિવેક મનહર ટેલર

કૂંચી – શૂન્ય પાલનપુરી

પ્રેમ  કાજે,   પ્રેમ  દ્વારા,   પ્રેમ  કેરા  ટાંકણે,
સર્જકે  મુજ  શિલ્પ  કંડાર્યું  જીવનના આંગણે;
દિલને ઘડતાં રજ ખરી એનાથી જે કૂંચી બની,
કામ   લાગી   જ્ઞાનના   ભંડાર   કેરા  બારણે.

– શૂન્ય પાલનપુરી

5 Comments »

  1. Pinki said,

    September 2, 2008 @ 2:55 AM

    વિકટ પરિસ્થિતિમાં દિલ અને દિમાગના નિર્ણય અલગ જ હોય …
    પ્રેમ દ્વારા, પ્રેમ માટે જ શિલ્પ બનાવ્યું છે અને
    પ્રેમના પ્રતિક સમા દિલ ઘડતાં જે રજ ખરે છે તે જ
    બની રહે છે દિમાગની કૂંચી …..

    સચોટ વાત બાખૂબી પેશ કરી છે.

  2. વિવેક said,

    September 2, 2008 @ 10:01 AM

    મજાનું મુક્તક… અબ્રાહમ લિંકનની લોકો દ્વારા, લોકો માટે અને લોકો વડે વાળી લોકશાહીની વ્યાખ્યા યાદ આવી જાય છે…

  3. pragnaju said,

    September 2, 2008 @ 1:58 PM

    સરસ મુક્તક
    આ પંક્તી
    કામ લાગી જ્ઞાનના ભંડાર કેરા બારણે.
    વાહ્

  4. mahesh Dalal said,

    September 2, 2008 @ 2:05 PM

    પ્રેમ્નો મહિમા … સરસ મુક્તક …વાહ્

  5. dharmendra said,

    October 29, 2010 @ 2:56 AM

    hmmmmmmmm…nice…..કામ લાગી જ્ઞાનના ભંડાર કેરા બારણે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment