દિલ ન’તું પણ વાંસનું જંગલ હતું, ઝંઝાનિલો!
આપ આવ્યા? હાય! દાવાનળ બની ગઇ જિન્દગી!
વેણીભાઇ પુરોહિત

દશા અને દિશા – વેણીભાઈ પુરોહિત

દશા પર દાઝનારા ને દશા પર દૂઝનારાઓ,
નથી હોતા ખુમારીથી જીવનમાં ઝૂઝનારાઓ.

દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રુજનારાઓ !
કહી દો   એમને  કે,  હે દશાના  પૂજનારાઓ !

દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી,
સડકને  ખૂંદનારાને  સડક  ઝાલી નથી શકતી.

– વેણીભાઈ પુરોહિત

પ્રારબ્ધને ઠોકર મારી પુરુષાર્થ પર આધાર રાખી જીવો. પવનથી ધ્રુજતા તણખલાની જેમ નહીં, ખુમારીથી ઉડતા બાજની માફક જીવો !

4 Comments »

  1. gopal parekh said,

    August 25, 2008 @ 11:30 PM

    મસ્ત ગઝલ, સવાર સુધરેી ગઇ મારા ભાઇ

  2. jignesh said,

    August 26, 2008 @ 1:53 AM

    વાહ, થોડાક જ શબ્દોમાં ઘણુ કહી દીધુ.

  3. વિવેક said,

    August 26, 2008 @ 6:28 AM

    ત્રણ કડીમાં જ ઘણું બધું કહી દીધું….

    બાજની ખુમારીથી ઉડવાની વાત પર વેણીભાઈની જ ગઝલના મુક્તક સમા બે શેર યાદ આવ્યા:

    જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
    થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી;
    બાજ થઈને ઘૂમવું અંદાજની ઉંચાઈ પર,
    ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.

  4. pragnaju said,

    August 26, 2008 @ 1:38 PM

    દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રુજનારાઓ !
    કહી દો એમને કે, હે દશાના પૂજનારાઓ !
    વાહ્
    ખૂબ જ સરસ ખૂમારીમી વાત્
    કૃષ્ણે પણ કહ્યું છે
    रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः ।
    प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु ॥७-८॥

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment