સ્પર્શ કરીશું સહેજ સરીખો,
છેક ભીતરે ઝાંકી લેશું.
અલપઝલપ બસ એક નજરમાં,
ભવભવનું પણ ભાખી લેશું.
વંચિત કુકમાવાલા

ભૂલ – ઓકતે રિફાત

રોટલી મારા ખોળામાં
અને તારાઓ દૂરદૂર
હું તારાઓને તાકતો-તાકતો રોટલી ખાઉં છું
ક્યારેક વિચારોમાં એટલો ખોવાયેલો –
ભૂલથી હું તારા ખાઉં છું
રોટલીને બદલે.

– ઓકતે રિફાત
(તુર્કીમાંથી અનુવાદ : ઉત્પલ ભાયાણી)

હકીકતને ભૂલીને સપનાને આલિંગવામાં આપણે બધા જ પાવરધા છીએ !

3 Comments »

  1. પંચમ શુક્લ said,

    August 22, 2008 @ 8:13 AM

    માર્મિક કટાક્ષ તો જુઓ!

  2. Pinki said,

    August 22, 2008 @ 8:48 AM

    સુંદર વ્યંગાત્મક વાત…….

  3. pragnaju said,

    August 22, 2008 @ 10:30 AM

    અનુવાદ્દમા પણ ભાવ અનેવ્યંગ સચોટ્
    વાહ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment