તું શ્વાસ થઈને મારી ભીતર શબ્દને અડી,
કાવ્યોને મારા જાણે પવન-પાવડી મળી.
વિવેક મનહર ટેલર

ફાટ્યા ને તૂટ્યા…..- મુકેશ જોષી

ફાટ્યા ને તૂટ્યા સંબંધોને થીંગડા લગાવો
તો ક્યાં સુધી ચાલે ?
એક વાર મન માંહે પડતી તિરાડ પછી
આપમેળે લંબાતી ચાલે

અણિયાળા શબ્દોના આછેરા સ્પર્શથી
તૂટે જ્યાં લાગણીના માળા
ઊખડી પડે રે પછી વ્હાલના પોપડા
ભીતર જુઓ તો અગનજ્વાળા
હાલતી હવેલીને ક્યાંથી બચાવો
જ્યાં મૂળમાંથી પાયાઓ હાલે….ફાટ્યા ને તૂટ્યા…..

પાસે પાસે તો હવે રહેવાના ડોળ ફક્ત
મન તો છેટાં ને ખૂબ આઘાં
કાંકરીભાર નહીં ખમતા સંબંધ હવે
પહેરે છે કાચના જ વાઘા
તૂટ્યા ને ફૂટ્યા સંબંધોનો કાટમાળ
લટકે પાંપણની દીવાલે…… ફાટ્યા ને તૂટ્યા…

– મુકેશ જોષી

એકદમ કરારી વાત………

8 Comments »

  1. suresh shah said,

    July 7, 2015 @ 3:10 AM

    બહુ સરસ્, સાચિ વાત્ત કહિ.

  2. Rajnikant Vyas said,

    July 7, 2015 @ 3:10 AM

    એક એક પંક્તિ જોરદાર!

  3. Arpana Gandhi said,

    July 7, 2015 @ 3:21 AM

    જાણે આપણી જ વાત.
    એક વાર મન માંહે પડતી તીરાડ પછી જાણે
    આપમેળે લંબાતી ચાલે.

  4. ફાટ્યા ને તૂટ્યા…..- મુકેશ જોષી | વિજયનું ચિંતન જગત- said,

    July 7, 2015 @ 7:19 AM

    […] https://layastaro.com/?p=12896 […]

  5. yogesh shukla said,

    July 7, 2015 @ 8:25 PM

    સુંદર રચના ,

  6. ketan yajnik said,

    July 8, 2015 @ 2:01 AM

    તૂટ્યા પછીની સુંદર રચના

  7. Harshad said,

    July 12, 2015 @ 10:26 AM

    Beautiful creation.

  8. Pushpakant Talati said,

    July 12, 2015 @ 11:40 PM

    વાહ – જુનું – ફરી ફરી નવા રુપમાં –
    જાણે કે રીઈનકાર્નેશન ()

    મોતી ભાંગ્યુ વિન્ધતા અને મન ભાંગ્યુ કવેણ
    ઘોડો ભાંગ્યો ઠેકતાં – એને નહિં સાન્ધો નહિં રેણ.

    વાહ, ખુબ જ સરસ રચના
    – પુષ્પકાન્ત તલાટી નાં જય શ્રી ક્રિષ્ણ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment