છતાં – – મકરંદ દવે
આવવાનું કહી ગયા છે એ બધું મેલી, છતાં –
તોરણો છે, સાથિયા છે, ખુલ્લી છે ડેલી, છતાં –
ઇષ્ટદેવ તણી છબી રાખે તિજોરીની કને
સહુ કહે છે, એમની ભક્તિ ઘણી ઘેલી, છતાં –
વાહ સત્તા, વાહ સાહેબી, સલામો, શું કહું?
એમણે ગાંધીની વાતો ખૂબ ગજવેલી છતાં –
કેટલા વિશ્વાસથી મેં પ્રેમને પીધા કર્યો
પ્રેમમાં વિશ્વાસની વાણી હતી છેલ્લી, છતાં –
આજ તો કહેવા તુ દે, બસ આજ તું રોકીશ મા
બે’ક આંસુડા ગયા કયાં? હેતની હેલી, છતાં –
એ જ મીના, એ જ મય, એ જામ સામે આ રહ્યાં
પણ હજી સળગે ‘તલપ’ જે તલપ બુઝેલી, છતાં –
એટલી તો છે ખબર, એ જ અહિ દુનિયા મહીં
ને વળી છે એ જ દુખિયારાં તણો બેલી, છતાં –
– મકરંદ દવે
તદ્દન અલગ જ તરહની ગઝલ…..કટાક્ષ સૂક્ષ્મ પણ છે અને ડંખહીન પણ છે….
Rajnikant Vyas said,
June 24, 2015 @ 8:23 AM
સાંઇ મકરન્દની રચના એટલે અર્થપૂર્ણજ હોય. અને, વિવેકભાઇ, તમે એક વાક્યમાં ગઝલનો મર્મ સમજાવી દીધો.
ketan yajnik said,
June 24, 2015 @ 10:07 AM
હજુ ગઈ કાલે મહેશ દવે સાહેબે કહ્યુ
” હું તને ઝંખ્યા કરું। ..”
અને આજે મકરંદ દવે સાહેબે કાહ્યું
” છતાં। .”
ओहो कालो गछन्ति धीमताम કાળની ગતિ અકળ છે
Maheshchandra Naik (Canada) said,
June 24, 2015 @ 11:26 AM
સરસ ગઝલ્,કવિશ્રી સાઈ મકરન્દને શ્રધ્ધા સુમન…..
yogesh shukla said,
June 24, 2015 @ 6:28 PM
સુંદર કટાક્ષ,, સમજી શકું શું છું કયા ગાંધી ,
વાહ સત્તા, વાહ સાહેબી, સલામો, શું કહું?
એમણે ગાંધીની વાતો ખૂબ ગજવેલી છતાં –
Harshad said,
June 26, 2015 @ 9:46 PM
વાહ મકરન્દ ભાઈ , બહૂત ખૂબ !!
La Kant Thakkar said,
June 27, 2015 @ 7:45 AM
વાત તદ્દન સાચુકલી ….
“છતાં –” પછીની વાત…., જે ” આદર્શ=ઇચ્છનીય ” હોવું જોઈએ, અધ્યાહાર રાખી ,એક પ્રકારની ” નારાજગી ,એક છૂપો તીણો આક્રોશ ઈંગિત કરી જાય છે ! જોગાનુજોગ ,” સાંઈ ” અને સ્વામીના અંગત પત્ત્રોનું સંકલન ( હિમાંશી શેલત સંપાદિત) સામે જ છે, વંચાઈ રહ્યું છે …અધ્યાત્મિક ભગવો-રાખોડી રંગ છલકે છે ! રસિકોએ માણવા જેવું, “નિખાલસતા” એટલે શું? અને બંનેના સ્વભાવગત ગુણો-લક્ષણો સહજ છતા થાય છે .
-લા’ કાન્ત /૨૭-૬-૧૫
La Kant Thakkar said,
June 27, 2015 @ 7:47 AM
“તદ્દન અલગ જ તરહની ગઝલ…..કટાક્ષ સૂક્ષ્મ પણ….”
વાત તદ્દન સાચુકલી ….
ravindra Sankalia said,
July 3, 2015 @ 10:21 AM
ખુબજ ગુઢાર્થ વાળી કવિતા. ગહન. છ્તા……. શુ? પ્રશ્ન અણ ઉકલ્યોજ રહે છે.