ગઝલ – કુલદીપ કારિયા
જોઈ શકાતું હોય જો ધુમ્મસની આરપાર,
તો દૃશ્ય પણ વહી શકે, નસનસની આરપાર.
અજવાળું ઊગશે, હજારો વાર ઊગશે,
અંધારું નીકળ્યું ભલે ફાનસની આરપાર.
એણે કહેલો માર્ગ ક્યાં સમજી શક્યું કોઈ !
ખીલાની જેમ સૌ ગયા જીસસની આરપાર.
પૂછો નહીં કે એ પછી આકાર શો થયો
ચારેય રેખા વિસ્તરી ચોરસની આરપાર.
સાચી ગઝલ હશે તો કશું પણ થશે નહીં,
તલવાર જઈ શકે નહીં તાપસની આરપાર.
સંબંધ આપણો કદી જાહેર ના થયો,
એક આગ આવી નૈ કદી બાકસની આરપાર.
– કુલદીપ કારિયા
સંઘેડાઉતાર રચના… એક એક શેર બળકટ…
સુનીલ શાહ said,
July 9, 2015 @ 4:34 AM
મઝાના કાફિયા સાથે સશક્ત અભિવ્યક્તિ
nehal said,
July 9, 2015 @ 5:20 AM
એણે કહેલો માર્ગ ક્યાં સમજી શક્યું કોઈ !
ખીલાની જેમ સૌ ગયા જીસસની આરપાર
સંબંધ આપણો કદી જાહેર ના થયો,
એક આગ આવી નૈ કદી બાકસની આરપાર.
waah. .vedhak!
ketan yajnik said,
July 9, 2015 @ 10:13 AM
શું કહેવું? દીવાસળી ના ટોપકા માં જાહેર ન્થાયેલ અગન જેવો આપનો સબંધ
Rina said,
July 10, 2015 @ 3:26 AM
Awesome
yogesh shukla said,
July 11, 2015 @ 12:19 AM
એક એક પંક્તિ દમદાર ,
એણે કહેલો માર્ગ ક્યાં સમજી શક્યું કોઈ !
ખીલાની જેમ સૌ ગયા જીસસની આરપાર.
Kuldeep Karia said,
July 12, 2015 @ 1:38 AM
ખૂબ ખૂબ આભાર મિત્રો…
Harshad said,
July 12, 2015 @ 10:23 AM
બહૂત ખૂબ !!! Collectible Gazal.