મસ્ત છે – જિજ્ઞા ત્રિવેદી
મસ્ત છે આ મૌનની જાહોજલાલી,
એટલે ખપતા નથી શબ્દો શરાબી.
કંકુ ચોખાથી વધાવ્યાં સંસ્મરણ ત્યાં
આંખમાં વરસી ગયાં વાદળ અષાઢી.
જે અદાથી દૃશ્ય ઝીલાતું રહ્યું એ
જોઈને લાગે નજર જાણે નવાબી.
શાન છે સંધ્યા સમયના હોઠની કે,
કોઈએ ઉન્માદની લાલી લગાડી ?
કંટકોને રોકડું પરખાવવામાં,
ફૂલ થઈ જાશે હવે હાજરજવાબી.
– જિજ્ઞા ત્રિવેદી
ભાવનગરના કવયિત્રી જિજ્ઞા ત્રિવેદી એમનો બીજો ગઝલ સંગ્રહ “શુકન સાચવ્યાં છે” લઈને આવ્યાં છે. એક મજાની ગઝલ સાથે લયસ્તરોના આંગણે એમનું સસ્નેહ સ્વાગત છે.
yogesh shukla said,
June 18, 2015 @ 9:50 AM
સરસ મઝાની રચના ,
મસ્ત છે આ મૌનની જાહોજલાલી,
એટલે ખપતા નથી શબ્દો શરાબી.
શરાબી ને જગ્યાએ ફરેબી હોત તો કેવું ? શરાબી થોડો સસ્તો શબ્દ છે
Harshad said,
June 20, 2015 @ 7:11 PM
Bahut khub Jigna. After reciting your Gazal I would like to call you MAST…MAST ! Just kidding. May God bless you and inspire you to give us more and more beautiful creation.
Jigna Trivedi said,
June 22, 2015 @ 11:52 PM
વિવેકભાઈ આપનો હૃદયપૂર્વક આભાર.
યોગેશભાઈ તેમજ હર્ષદભાઈનો પણ હાર્દિક આભાર.