આભ સાથે વાર્તા જોડી – ભાગ્યેશ જહા
આ વાયરાના તોફાને આવેલા વરસાદે ઉબંરની મર્યાદા તોડી;
એક બિંદુ ઝીલી ને આંખ એવી કુદી કે એણે આભ સાથે વાર્તા જોડી.
આ બારીમાં ટપકે છે ભીનું આકાશ
અને ચોમાસું છલકે ચોપાસ;
અહીં શેરીનાં દિવામાં એકલતા સળગે છે
ઉપર છે કાળું આકાશ.
આ પાણીનાં બાણ બધાં વિધેં ગુલાબને, ને આભે પણ કળીઓને તોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે એણે આભ સાથે વાર્તા જોડી.
વૃક્ષોની નજરોનું પાથરણું પાથરીને
ધરતી એ ઓઢી’તી લીલાશ,
આ વરસાદે પલળેલું એકાકી ઝાડ,
એમાં આજે પણ કોરું આકાશ.
આ ધોધમાર પાણીનાં વહેતાં પ્રવાહમાં પગલાં એ કેડી એક છોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે એણે આભ સાથે વાર્તા જોડી.
– ભાગ્યેશ જહા
પરંપરાગત વિષય છે પરંતુ માવજત સુંદર છે….
Rajnikant Vyas said,
June 15, 2015 @ 5:11 AM
વર્ષા ઋતુના આરંભે વર્ષારાણીના સુંદર ગીતનું સ્વાગત!
ketan yajnik said,
June 15, 2015 @ 7:50 AM
ફરી એક વાર
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે…….
yogesh shukla said,
June 15, 2015 @ 12:41 PM
સરસ રચના ,:- જ્યાં વરસાદના વાયરા વાયા નથી ત્યાં કવીશ્રીઓના ડાયરા આયવા નથી ,
mahesh dalal said,
June 15, 2015 @ 3:17 PM
સરસ રચના. ધરતી. નો ભઐલો આવ્યો. યાદ આવિ ગયુ….વાહ વાહ્..
Harshad said,
June 15, 2015 @ 8:50 PM
Good. Like it.
lata hirani said,
June 19, 2015 @ 7:03 AM
ક્યા બાત હૈ !
આભ સાથે વાર્તા જોડી !
સરસ કલ્પન..