લાગી આવે – મુકેશ જોષી
પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે
વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઈ ખાઈ ને ઊંડી ખીણો
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે
સામેની ફૂટપાથ ઉપર સૂતાં હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે
સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે
તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે
-મુકેશ જોષી
શું બળકટ રચના છે !!! આ કવિ સતત મજબૂત રચના આપતા રહે છે…….
Harshad said,
June 14, 2015 @ 10:12 AM
What a heart touching creation
My salute to Mukeshbhai. ‘Footpath per soota ho balak…..’ Lines really touch my inner feeling. Hats off for Mukeshbhai.
yogesh shukla said,
June 14, 2015 @ 7:13 PM
સામેની ફૂટપાથ ઉપર સૂતાં હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે
સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે
બહુજ સરસ રચના ,
જયારે કોઈ પૂછે ” તમને હ્રદય છે ” ત્યારે સારું લાગી આવે ,
Bhumi said,
June 15, 2015 @ 1:10 AM
સુંદર રચના…!!
aasifkhan aasir said,
June 15, 2015 @ 11:43 PM
વાહ
બહુતખુબ
Nirupam chhaya said,
October 3, 2015 @ 1:27 PM
Ek Sara’s majani rachna. Shyamal saumile aa rachnama swar umeri, kavya sangit rachi ene madhurata aapi chhe.
હિમાલયરાજસિંહ પરમાર said,
June 6, 2018 @ 1:04 AM
આવું જબરું કઈ વાંચ્યું નથી.