ડાળીએથી એક ફૂલ ખરવાની ઘટના પણ, રમેશ
મૃત્યુના અહેસાસને પ્રસરાવી દે છે શ્વાસમાં
– રમેશ પારેખ

અક્ષરાંત કાફિયાની ગઝલ [ કાફિયાના પ્રચલિત નિયમમાં અપવાદ ] -જવાહર બક્ષી

ખ્યાલ રાખ્યો નથી જયારે મેં અપેક્ષા કરતાં,
ત્યારે તું કેમ ડરે છે મને શિક્ષા કરતાં.

પ્રેમ પારખ નહીં, ચૂપચાપ સ્વીકારી લે, બસ,
ક્યાં તને આવડે છે એની પરીક્ષા કરતાં.

લાગણી પણ કહો શું કામ ડરે બુદ્ધિથી,
એ તો વધતી જ ગઈ તારી સમીક્ષા કરતાં.

હું જ મળવાના બધા માર્ગને સંકેલી લઉં,
તારો તો જીવ નહીં ચાલે ઉપેક્ષા કરતાં.

તારા ઘરમાંથીય ફરક બહુ નથી મારા ઘરથી,
ત્યાંય બેસી રહ્યો’તો તારી પ્રતીક્ષા કરતાં.

-જવાહર બક્ષી

ગઝલ પસંદ કરી લીધી એના ચોથા શેરને લીધે !! વાતનું ઊંડાણ તો જુઓ !! શુદ્ધ પ્રેમ !!!

6 Comments »

  1. ketan yajnik said,

    June 7, 2015 @ 10:54 PM

    બક્ષી

  2. ravindra Sankalia said,

    June 8, 2015 @ 8:29 AM

    ગઝલ સરસ છે પણ અક્શરાન્ત કાફિયાની ગઝલ એટ્લે શુ કયા નિયમનો અપવાદ થયો એ સમજાવ્યુ હોત તો આ વાત ન જાણતા હોય તેને સારુ લાગતે.

  3. Tirthesh said,

    June 8, 2015 @ 9:41 AM

    No idea at all !! Let experts opine….

  4. yogesh shukla said,

    June 8, 2015 @ 2:34 PM

    ખ્યાલ રાખ્યો નથી જયારે મેં અપેક્ષા કરતાં,
    ત્યારે તું કેમ ડરે છે મને શિક્ષા કરતાં
    મને આ પંક્તિ બહુજ ગમી

  5. Harshad said,

    June 8, 2015 @ 4:45 PM

    Aflatun gazal. Sache j vari vari javanu man Thai avi gazal

  6. Aasifkhan.aasir said,

    July 31, 2016 @ 1:39 PM

    વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment