ટ્રેન હાઈકુ
ટ્રેનની સાથે
શરૂ થૈ મુસાફરી
મારા મનની
*
ટ્રેનમાં છું ને
વિચારો ઘરના જ –
ઘરમાં જ છું.
*
ટ્રેન કહે, “હો
ખેડવી બીજી દિશા”,
પાટો બદલ.
*
સ્મરણ તારું
સફરમાં સાથે જ.
એની ટિકિટ ?
*
એવુંય બને
હૈયું સ્ટેશન વિના
ઊતરી પડે
*
ક્યાં પહોંચાશે
શી ખબર ? જિંદગી
ટ્રેન થોડી છે !
*
પાટાનો સાથ
છોડ્યો ને ટ્રેન તો
રઝળી પડી !
*
દોડતી ટ્રેન
થાકે નૈ, એમાં બેસી
થાકે છે લોકો
*
ટ્રેનની બંધ
બારી વિચારે… ઘણાં
દૃશ્યો ગુમાવ્યાં.
– કિરણસિંહ ચૌહાણ
વિવિધસૂત્રી વિચારો એક જ ગઝલમાં લખવાને ગઝલકાર ટેવાયેલા હોય છે. ભાગ્યે જ કોઈ ગઝલ મુસલસલ હોવાની. આવામાં એક લબ્ધપ્રતિષ્ઠ ગઝલકાર હાઈકુ જેવા સૂક્ષ્મ પ્રકારને હાથમાં લે અને એ પણ વિષય નક્કી કરીને તો કેવું! કિરણસિંહ ટ્રેન વિષયક હાઈકુઓની ટ્રેન દોડાવે છે એ વાત પોતે જેટલી રોચક છે એથી વધુ આ હાઈકુઓમાંથી ઊભરી આવતી કવિતાઓ વધુ રોચક અને રોમાંચક છે. બધા જ હાઈકુ આસ્વાદ્ય થયા છે…
Arti Parikh said,
June 11, 2015 @ 8:48 AM
Waah
સુનીલ શાહ said,
June 11, 2015 @ 9:39 AM
wah..wah…
badhij alag alag abhivyaktio saras chhe. abhinandan kiransinhji
yogesh shukla said,
June 11, 2015 @ 10:19 AM
કવિ શ્રી કિરણભાઈ ,
ટ્રેન વિષે બહુજ સરસ હાઇકુ
ગઝલ -શેર -મુક્તક ,કવિતા ,હાઇકુ ,,વાહ ભાઈ વાહ સલામ ,
———
ટ્રેન કહે
લોકલમાંથી બુલેટ ટ્રેનનું
મારું સ્વપન
” યોગેશ શુક્લ “
Vibhutidesai said,
June 11, 2015 @ 10:36 AM
ખુબ સરસ્
હેમંત પુણેકર said,
June 12, 2015 @ 3:07 AM
હાઈકુ કાવ્ય પ્રકાર અંગેની મારી સમજ એવી છે કે ૧૭ અક્ષરનું બંધન પાળવું પૂરતું નથી એ સત્તર અક્ષરોથી એક ચિત્ર બનવું જોઈએ અને એ ચિત્રના માધ્યમ થકી કાવ્ય કહેવાવું જોઈએ. મને એવું લાગ્યું કે આમાંનાં ઘણાં હાઈકુ એ કસોટીએ ખરાં ઉતરતાં નથી.
કિરણભાઈ ઉત્તમ ગઝલકાર અને સારા મિત્ર છે. એમની ટીકા કરવાનો હેતુ નથી પણ હાઈકુ કાવ્યપ્રકાર અંગે ચર્ચા થાય અને જે નવનીત નીકળે એ કવિઓ/ભાવકોમાં વહેંચાય એ હેતુથી આ લખ્યું.
હાઈકુ અંગે મેં લખેલો આ નાનકડો લેખ આ સંદર્ભે પ્રસ્તુત છે. https://hemkavyo.wordpress.com/2014/02/19/haiku/
mahesh dalal said,
June 12, 2015 @ 10:35 AM
સરસ યત્ન… પણ હેમન્ત્ જિ નિ વાત સાચિ .. વધુ ચર્ચા માટે વાચો વલસાડ હાઇકુ
Harshad said,
June 13, 2015 @ 2:34 PM
વાહ વાહ! કિરણભાઈ !
aasifkhan aasir said,
June 15, 2015 @ 11:38 PM
કિરણભાઈ
સરસ વાહ્