ક્યાંથી ગમે ? – ચિનુ મોદી
સાવ ખાલીખમ સમયનો સામનો કયાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?
હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને,
બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?
એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ,
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?
પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી,
કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?
મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને,
શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?
-ચિનુ મોદી
ખરું સોનું…….
Manish V. Pandya said,
May 18, 2015 @ 2:43 AM
વાહ ગઝલ…..
સુનીલ શાહ said,
May 18, 2015 @ 7:32 AM
હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને,
બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?
સુંદર ગઝલ…
ketan yajnik said,
May 18, 2015 @ 8:25 AM
હજું આજે સવાર સવાર માં જ શિવકુમાર જોશી, ચંદ્રકાંત બક્ષી અઠવા રઘુવીર ચૌધાર્ય નું એક વાક્ય યાદ આવ્યું “લાગે છે આ વખતે લેણદાર લેણ ચૂકતે કર્યા વગર નહી જાય ”
અને પછી અત્યારે
ચિનુ મોદી “કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?”
બલિહારી સંજોગની
‘ઈર્શાદ’
yogesh shukla said,
May 18, 2015 @ 10:17 AM
જેવું મોટું નામ એજ પ્રમાણે મસ્ત ગઝલ ,
હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને,
બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?
ravindra Sankalia said,
May 23, 2015 @ 8:52 AM
ચિનુ મોદીની આ ગઝલ ખરેખર સરસ છે. આયનો, બે બાજુ એક સરખી છાપનો સિક્કો. પાછલા વરસાદનો છાટો બધી જ ન ગમતી વસ્તુની અભીવ્યક્તિ સુપેરે થૈ છે.
Harshad said,
May 24, 2015 @ 3:18 AM
Utkrshut and manniya rachana. Like to recite again and again.