અજાણ વિદ્યા – ધીરુ મોદી
ફાનસ ફૂટી ગયું
ત્યાં સુધી
મને ખબર જ ન્હોતી
કે મારી અંદર
અંધારું નહીં
પણ પ્રકાશ ભરેલો હતો.
-ધીરુ મોદી
ગાગરમાં સાગર જેવું એક નાનકડું અર્થગહન અછાંદસ. છેલ્લે સુધી અંદરના પ્રકાશથી અનભિજ્ઞ રહેવાનો કોઈ શાપ છે કે શું આપણા સૌના માથે જેને પરિણામે આખું જીવન અંધકારની ગલીઓમાં ભટકતા રહેવામાં જ નીકળી જાય છે ?! જાતનું ફાનસ ફૂટતું નથી ત્યાં સુધી સતનો પ્રકાશ સમજાતો નથી.
pragnaju said,
August 8, 2008 @ 9:15 AM
સરસ અછાંદસની સરળ સમજુતી પણ આપી છે.
‘તમસો મા જ્યોતિર્ગમય’ અંધકારમાંથી પ્રકાશ તરફ પ્રયાણ કરવાની વૈદિક ઋષિઓની પ્રાર્થનાનો અર્થ પણ મન,બુધ્ધી,ચિત, અહંકાર પાર કરી પ્રકાશને પામવાનો છે.
આ સંકલ્પિત પ્રયત્નોની પરંપરાથી સાકાર થાય છે..
ધવલ said,
August 8, 2008 @ 12:29 PM
સલામ ! બહુ ઊંચી વાત કરી છે…
ઊર્મિ said,
August 8, 2008 @ 2:05 PM
વાહ………. ખૂબ જ સુંદર ! આને કોણ નાનકડું કાવ્ય કહે?!!! આ તો આખો ઉપનિષદ છે!