ઘણા યુગોથી ઊભો છું સમયસર એ જ જગ્યા પર,
રદીફ છું તે છતાં પણ કાફિયાનું ધ્યાન રાખું છું.
અંકિત ત્રિવેદી

ગઝલ – નીરજ મહેતા

ગૂંજતો કલરવ પહાડી હોત ભીતર
વાંસળી દિલથી વગાડી હોત ભીતર

દ્વન્દ્વમાં અસ્તિત્વ જીત્યું હોત, જો તેં
એક ઇચ્છાને પછાડી હોત ભીતર

પીગળે પાષાણ ‘હું’પદના સમૂળાં
આગ થોડી પણ લગાડી હોત ભીતર

એ થયું સારું કે ઉગ્યાં ફૂલ એમાં
થડ ઉપર નહિતર કુહાડી હોત ભીતર

તપ કરો છો બંધ રાખી આંખ કિંતુ
એક બારી તો ઉઘાડી હોત ભીતર

– નીરજ મહેતા

આમ તો આખી ગઝલ સુંદર પણ હું તો આખરી શેર પર સમરકંદો-બુખારા ઓવારી બેઠો. ફિલસૂફીના કૃત્રિમ શેરોની ત્સુનામી આપણે ત્યાં બધા કાંઠા તોડીને ચડી બેસી છે એવામાં આવો સાવ જ સરળ-સહજ પણ અર્થગંભીરતાથી પરિપૂર્ણ શેર હાથ જડી આવે એ તો મોટી ઉપલબ્ધિ જ ને !

ડૉ. નીરજ મહેતાને એમના પ્રથમ ગઝલસંગ્રહ “ગરાસ”ના પ્રાગટ્યટાણે લયસ્તરો.કોમ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ…

7 Comments »

  1. Rajnikant Vyas said,

    March 28, 2015 @ 3:48 AM

    ખૂબ સુંદર ગઝલ. અભિનંદન્ ડો. મહેતા!

  2. Manish V. Pandya said,

    March 28, 2015 @ 4:57 AM

    સ-રસ ગઝલ.

  3. Pushpakant Talati said,

    March 28, 2015 @ 5:36 AM

    ડૉ. નીરજ મહેતાને એમના પ્રથમ ગઝલસંગ્રહ “ગરાસ”ના પ્રાગટ્યટાણે લયસ્તરો.કોમ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ વહેતી કરી છે તો તે વહેતા સલીલ / સરિતામાં મારો એટલે કે પુષ્પકાન્ત તલાટી ની પણ એક સ્વરધારા ઊમેરી દેવા નમ્ર વિનન્તી –
    નીરજભાઇને “ગરાસ” બદલ હ્રુદય પુર્વકનાં ખુબ ખુબ અભિનન્દન – From Pushpakant Talati

  4. nehal said,

    March 28, 2015 @ 6:07 AM

    Waah

  5. Harshad said,

    March 28, 2015 @ 6:12 PM

    અભિનન્દન નીરજભાઈ, ખૂબ જ સુન્દર રચના.

  6. sudhir patel said,

    April 1, 2015 @ 8:37 PM

    સુંદર ગઝલ!
    કવિશ્રી નીરજ મહેતાને હાર્દિક અભિનંદન!!

    સુધીર પટેલ

  7. ASHOK TRIVEDI bombay kandivali east said,

    April 9, 2015 @ 6:59 PM

    maja padi gai. last shar aflatun. con.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment