તને આ જિંદગી જેવો જવાબ આપીને
નજીકથી તેં કરેલો સવાલ શણગારું .
– રમેશ પારેખ

ગઝલ – પ્રિયાંશુ ડી. પટેલ

નાહક ગળે વળગી પડી પગથારની દિવાનગી,
મોંઘી પડી છે બહુ મને આ દ્વારની દિવાનગી.

મૂકી દીધાં છે સ્વપ્ન તો અભરાઈ પર મેં ક્યારના,
સૂવા નથી દેતી હવે અંધારની દિવાનગી.

તું લાપતા એ નાવની ઘટના વિશે ના પૂછ મને,
છોડી દીધી છે ક્યારની મઝધારની દિવાનગી.

તું મીણ માફક સૌ પ્રથમ તો ઓગળીને જો જરા,
છૂટી જશે જડમૂળથી આકારની દિવાનગી.

– પ્રિયાંશુ ડી. પટેલ

મજાની ગઝલ… બધા જ શેર આસ્વાદ્ય…

6 Comments »

  1. Rina said,

    May 14, 2015 @ 3:07 AM

    waahh

  2. ketan yajnik said,

    May 15, 2015 @ 12:03 AM

    અતિશય સરળ અને અતિ સુંદર
    અને નાજુક

  3. ravindra Sankalia said,

    May 15, 2015 @ 9:39 AM

    કૈ કેટલી જાતની દિવાનગી હોય છે તે કવિએ બરાબર વ્યક્ત કર્યુ છે.

  4. Dhaval Shah said,

    May 15, 2015 @ 10:14 AM

    તું મીણ માફક સૌ પ્રથમ તો ઓગળીને જો જરા,
    છૂટી જશે જડમૂળથી આકારની દિવાનગી.

    – વાહ !

  5. yogesh shukla said,

    May 15, 2015 @ 12:47 PM

    સુંદર રચના.

  6. Harshad said,

    May 24, 2015 @ 3:24 AM

    Manbhavan gazal.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment