મીઠાં શમણાં વસમાં શૂળ,
મારી ગઝલોનાં બે મૂળ.
અમૃત 'ઘાયલ'

ગઝલ – પારુલ ખખ્ખર

બટકવું, ભટકવું લખાયું કપાળે,
જુઓ, થોર જેવું વવાયું કપાળે.

હજું નાળ તોડી લીધો શ્વાસ ત્યાંતો,
નવું એક તાળું વસાયું કપાળે.

હથેળીની રેખાઓ તોડી પરંતુ,
પછી સાવ અટકી જવાયું કપાળે.

ઉલેચી ઉલેચી હજુ માંડ બેઠાં,
ફરી ત્યાં સરોવર ભરાયું કપાળે.

અરીસો અભણ ને અભણ આંગળી છે,
અને કંઈક અઘરું છપાયું કપાળે.

—પારુલ ખખ્ખર

ગુજરાતી ગઝલના સદભાગ્યે એકવીસમી સદી જે નોંધપાત્ર ગઝલ-કવયિત્રીઓ લઈને આવી છે એમાંનું એક નામ એટલે પારૂલ ખખ્ખર. કપાળ જેવી અઘરી રદીફ લઈને કવયિત્રી પાંચ અલગ-અલગ અને સફળ ચિત્ર આપે છે. બીજો શેર શિરમોર. બંધનની જંજાળમાંથી છૂતી શકાતું નથી… એક જન્મ પૂરો થયો નથી કે તરત બીજા જન્મનું બંધન. ગર્ભનું બંધન તૂટે ત્યાં જિંદગીનું તાળું કપાળે દેવાઈ જાય છે.

11 Comments »

  1. RAKESH said,

    May 16, 2015 @ 3:05 AM

    વાહ્!

  2. narendrasinh said,

    May 16, 2015 @ 3:14 AM

    ખુબ સુન્દર ગઝલ

  3. Rajnikant Vyas said,

    May 16, 2015 @ 3:31 AM

    ભાગ્ય ઉપર કોઇનો કાબૂ નથી. કર્મ અને પુરુષાર્થ એ મનુષ્યના કર્તવ્યો છે. પરન્તુ કપાળે જે લખાયું છે તેને કોઇ મિથ્યા નથી કરી શકતું. આ ફિલસુફી સુંદર રીતે કવ્યમાં ગૂંથી છે.
    ખૂબ સુંદર ગઝલ, પારુલબેન.

  4. Rina said,

    May 16, 2015 @ 4:11 AM

    Awesome

  5. Manish V. Pandya said,

    May 16, 2015 @ 8:37 AM

    સુંદર ગઝલ.

  6. nehal said,

    May 16, 2015 @ 8:54 AM

    Waah.

  7. ketan yajnik said,

    May 17, 2015 @ 1:15 AM

    agreed with you

  8. Harshad said,

    May 17, 2015 @ 3:49 AM

    Like it. Really beautiful gazal

  9. yogesh shukla said,

    May 17, 2015 @ 5:37 PM

    ઉલેચી ઉલેચી હજુ માંડ બેઠાં,
    ફરી ત્યાં સરોવર ભરાયું કપાળે.

    સુંદર રચના

  10. સુનીલ શાહ said,

    May 18, 2015 @ 7:33 AM

    Superb…

  11. Parul Khakhar said,

    August 12, 2017 @ 12:46 PM

    આભાર મિત્રો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment