ખરે છે આંખથી સૌની એ આંસુ છે સરખાં,
પરંતુ હાથમાં સૌના રૂમાલ નોખા છે.
વિવેક ટેલર

વાત છે – હિમાંશુ ભટ્ટ

જીવનનો સાર એક બે ઘટનાની વાત છે
મંઝિલની વાત છે કદી રસ્તાની વાત છે

સામે હતી ખુશી ને તમે શોધતા રહ્યા
આંખો કરી છે બંધ કાં પરદાની વાત છે

રજનીની બીજી કોઇ નિશાની નહીં મળે
ઝાકળની વાત છે એ શમણાંની વાત છે

ઓળખ તો માનવીની બીજી કોઇ પણ નથી
આંખોમા જે સજાવ્યા છે સપનાની વાત છે

મૃત્યુના રૂપમાં તો મળે છે નવું જીવન
કુંપળની વાતમાં કદી ખરવાની વાત છે

દેખાય છે જે એજ હકીકત નથી હ’તી
ઇશ્વર, ધરમ ને પ્રેમ એ શ્રધ્ધાની વાત છે

– હિમાંશુ ભટ્ટ

ભાષા સરળ છે…….અને એ જ ખૂબી છે….

6 Comments »

  1. NARENDRASINH said,

    March 9, 2015 @ 3:30 AM

    મૃત્યુના રૂપમાં તો મળે છે નવું જીવન
    કુંપળની વાતમાં કદી ખરવાની વાત છે

    દેખાય છે જે એજ હકીકત નથી હ’તી
    ઇશ્વર, ધરમ ને પ્રેમ એ શ્રધ્ધાની વાત છે ખુબ સુન્દર્

  2. ધવલ said,

    March 9, 2015 @ 7:53 AM

    મૃત્યુના રૂપમાં તો મળે છે નવું જીવન
    કુંપળની વાતમાં કદી ખરવાની વાત છે

    – વાહ !

  3. yogesh shukla said,

    March 11, 2015 @ 2:44 PM

    દેખાય છે જે એજ હકીકત નથી હ’તી
    ઇશ્વર, ધરમ ને પ્રેમ એ શ્રધ્ધાની વાત છે

    પીકે ફિલ્મ ને સમર્પિત ,…. બસ આજ વાત તારે સમજવાની હતી ,

    સુંદર રચના

  4. Manish V. Pandya said,

    March 12, 2015 @ 11:07 AM

    અતિ સુંદર. રચના ગમી.

  5. tia joshi said,

    July 21, 2017 @ 9:48 AM

    કવિ ના બે શે’ર રહી ગયા છે તે ઉમેરો

    વળગી રહ્યા તમે એ વહેવાર છે ફકત​
    મૈત્રી નથી એ આપ​વા લેવાની વાત છે

  6. વિવેક said,

    July 22, 2017 @ 2:06 AM

    @ ટીઆ જોશી:

    બીજો શેર? આખી રચનાનો ફોટોગ્રાફ મોકલી શકો?

    vmtailor@gmail.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment