અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી – રાજેન્દ્ર શુક્લ
અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,
ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી !
ઊડે દૂરતા ને ઊડે આ નિકટતા,
અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી !
ઊડે આખ્ખું હોવું મુઠીભર ગુલાલે,
ભીંજે પાઘ મોરી, ભીંજે ચુનરી તોરી !
ઊડે છોળ કેસરભરી સર સરર સર,
ભીંજાતી ભીંજવતી ચિરંતનકિશોરી !
સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,
ગઝલ ગાઈયેં, ખેલિયેં ફાગ, હોરી !
– રાજેન્દ્ર શુક્લ
ધૂળેટી પર્વ નિમિત્તે લયસ્તરો તરફથી સહુ વાચકમિત્રોને રંગસભર શુભકામનાઓ…
Rina said,
March 6, 2015 @ 3:05 AM
Happy holi to layastaro team…..
Jayshree said,
March 6, 2015 @ 5:46 PM
How come this wasn’t here before?
વિવેક said,
March 7, 2015 @ 7:07 AM
@ જયશ્રી :
ઘણી કવિતા વાંચી મને પણ આવું જ આશ્ચર્ય થાય છે… પણ આ આશ્ચર્ય જ આપણને, આપની આવી વેબસાઇટ્સને, કવિતાને જીવતાં રાખે છે ને ?…!