રોક્યો છે – મનોજ ખંડેરિયા
ઘડી નિરાંત નથી, હરઘડીએ રોક્યો છે
હું ક્યાંથી આવી શકું, જિંદગીએ રોક્યો છે.
બધા જ રાહ જુએ ક્યારના વિસામા પર
મને ખબર નથી, કોની ગલીએ રોક્યો છે.
કદી ન રોકી શકી આ ફૂલોની સમૃદ્ધિ
મને તો માળીની આ સાદગીએ રોક્યો છે.
બધાને એમ થતું નીકળ્યો છું આગળ પણ
ખરું જો પૂછ, જીવનની ગતિએ રોક્યો છે.
તમારા તર્કના સામ્રાજ્યમાં વસી જઉં પણ-
લીલેરી લોલ લચક લાગણીએ રોક્યો છે.
બધું જ થંભી ગયું લોહી સાંજે ઝાલારમાં
કે તારે હાથે થતી આરતીએ રોક્યો છે.
કરે છે દોસ્ત સહુ ફરિયાદ,બ્હાર આવું ના
ભીતરથી ઊઠી ખલકની ખુશીએ રોક્યો છે.
વધે ન પંક્તિઓ તારા અભાવમાં આગળ
સમયના છંદની આ દ્રઢ યતિએ રોક્યો છે.
– મનોજ ખંડેરિયા
જેમ જેમ ગઝલ આગળ વધે છે તેમ તેમ તે ખૂલે અને ખીલે છે……
NARENDRASINH said,
February 16, 2015 @ 3:09 AM
કરે છે દોસ્ત સહુ ફરિયાદ,બ્હાર આવું ના
ભીતરથી ઊઠી ખલકની ખુશીએ રોક્યો છે.
વધે ન પંક્તિઓ તારા અભાવમાં આગળ
સમયના છંદની આ દ્રઢ યતિએ રોક્યો છે.ખુબ સુન્દર ગઝલ્
mitul thaker said,
February 16, 2015 @ 3:13 AM
બધું જ થંભી ગયું લોહી સાંજે ઝાલરમાં
કે તારે હાથે થતી આરતીએ રોક્યો છે.
“ઝાલર” કદાચ આવો શબ્દ હશે
મનોજભાઈ ની વાત નિરાળી હોય છે….
Dhaval Shah said,
February 16, 2015 @ 8:44 AM
તમારા તર્કના સામ્રાજ્યમાં વસી જઉં પણ-
લીલેરી લોલ લચક લાગણીએ રોક્યો છે.
– સરસ !
Harshad said,
February 16, 2015 @ 7:29 PM
સુન્દર ગઝલ . ખૂબ જ ગમી.
Manish V. Pandya said,
February 17, 2015 @ 1:11 AM
સુંદર અને છંદોબદ્ધ ગઝલ. આપણને પોતાને અને ગાવી ગમે તેવી ગઝલ.
Shah Pravinachandra Kasturchand said,
February 17, 2015 @ 10:49 AM
ખૂબ સુંદર !!!
yogesh shukla said,
February 19, 2015 @ 2:37 PM
બધા જ રાહ જુએ ક્યારના વિસામા પર
મને ખબર નથી, કોની ગલીએ રોક્યો છે.
સરસ રચના ,,,,આ બે પંક્તિ મને બહુજ ગમી ,,,,ખાસ નુક્કડ મિત્રો માટે