બે વૃક્ષ મળે ત્યારે – વિપિન પરીખ
બે વૃક્ષ મળે ત્યારે,
સોના અને રૂપાનું
પ્રદર્શન નથી કરતા.
માત્ર સૂરજના પહેલા કિરણનો
રોમાંચ આલેખે છે.
બે પંખીઓ મળે ત્યારે,
રેલ્વેના ટાઇમટેબલની
ચિંતા નથી કરતાં.
કેવળ સૂરને
હવામાં છુટ્ટો મૂકે છે.
બે ફૂલ મળે ત્યારે,
સિદ્ધાંતોની ગરમાગરમ
ચર્ચા નથી કરતાં.
ફકત સુવાસની
આપ-લે કરે છે.
બે તારા મળે ત્યારે,
આંગળીના વેઢા પર
સ્કવેર ફીટના સરવાળા-બાદબાકી
નથી કરતાં…
અનંત આકાશમાં
વિરાટના પગલાંની
વાતો કરે છે!
-વિપિન પરીખ
આપણે આપણા રોજગાર ઉપર સવારી નથી કરતા, આપણો રોજગાર આપણા પર સવારી કરે છે.
વિવેક said,
February 1, 2015 @ 12:50 AM
કેવી સાચી વાત !
ABDUL GHAFFAR KODVAVI said,
February 1, 2015 @ 3:51 AM
મોદી અને ઓબામાં મરે ત્યારે
જન સેવા ની વાતો નથી કરતા ફક્ત પોતાની મોટાઈ
ની વાતો કરે છે.
raju mehta said,
February 1, 2015 @ 3:57 AM
vah!
nehal said,
February 1, 2015 @ 4:21 AM
Waah. ..bahu mazanu kavya..
Bhadresh Joshi said,
February 1, 2015 @ 7:53 AM
Logically, trees and strars and birds’w talk their subjects, men’d their their jobs, their good and bad,logically.
Manish V. Pandya said,
February 1, 2015 @ 12:07 PM
આપણે માણસ જાત એક જ કુદરત ના નિયમોને આધીન જીવતી નથી તે સાબિત કરતુ કાવ્ય. ગમ્યું.
Shah Pravinachandra Kasturchand said,
February 1, 2015 @ 3:07 PM
કવિની કલ્પના કેવું ઊંડુ,વિરાટ અને આભ ઊંચેરું આલેખન કરે છે?
બાકી આવું કંઈ જ વાસ્તવમાં ક્યાં બનતું હોય છે?
અને તોયે કવિની તારીફ કર્યા વિના રહેવાતું નથી.
મારે પણ એ લાઈનમાં ઊભા રહેવું જ રહ્યું.
આમીન !!!!!
Sakshar said,
February 5, 2015 @ 6:20 PM
Issi Roz-o-Shab Mein Ulajh Kar Na Reh Ja
Ke Tere Zaman-o-Makan Aur Bhi Hain
Sitaron Se Agay Jahan Aur Bhi Hain
Abhi Ishq Ke Imtihan Aur Bhi Hain
Ravindra Sankalia said,
February 7, 2015 @ 5:16 AM
૯બહુજ સરસ કાવ્ય. બે મિત્રો મળે ત્યારે લિયા દિયાની વાતો નથી કરતા સુખ દુખની આપ લે કરે છે.