લાગણીએ ખુદ મને પાડ્યો ઉઘાડો, લાગણી કેવી તો કે’ કે જાણભેદુ,
આપણી જાત જ નડી છે, જાત પાછી આપણી કેવી તો કે’ કે જાણભેદુ.
વિવેક મનહર ટેલર

જોયા છે -ઉદયન ઠક્કર

આસમાનમાં એકાએક લિસોટા પડતા જોયા છે ?
અંધારી રાતે વાયુના ફોટા પડતા જોયા છે ?

વૃક્ષો વત્તા વેલી ઓછા માણસ ગુણ્યા ફેકટરીઓ,
અચ્છા અચ્છા ગણવાવાળા ખોટા પડતા જોયા છે.

વચ્ચે આવે સોયનું નાકું, બાકી સુખ તો સામે છે;
લોકોને મેં મોટા ભાગે, મોટા પડતા જોયા છે.

ખોટો માણાસ પણ રૂપિયામાં એક-બે આની સાચો છે,
સોળ આનીના રૂપિયાઓને ખોટા પડતા જોયા છે.

-ઉદયન ઠક્કર

ઉ.ઠ.ની ગઝલોમાં હંમેશા નવા કલ્પનો જોવા મળે છે. વાયુના ફોટા પડતા જોવાની વાત ઉદયન જ લખી શકે ! માણસોના નાના પડવાની વાત ઘણી વાર સાંભળશો, પણ માણસના મોટા પડવાની વાત તો અહી જ મળશે.

2 Comments »

  1. Jayshree said,

    January 8, 2007 @ 5:23 PM

    સાચે જ ધવલભાઇ… આ માણસના મોટા પડવાની વાત કંઇક નવી છે… અને થોડુ શાંતીથી વિચારો તો ઘણી સાચી પણ ખરી.

  2. કુણાલ said,

    April 28, 2011 @ 5:56 AM

    excellent !!!! amazing … awesome !!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment