બળતરા, જરા જેવી કળતર.. નિસાસો,
ગળે શ્વાસને, જાણે અજગર નિસાસો.
ગળે હાર હીરાનો સૌને દીસે છે,
ન દેખાય ભીતરનું જડતર – નિસાસો
– નેહા પુરોહિત

દામ્પત્ય – ચંદ્રેશ ઠાકોર

IMG_6446

હું જાઉં?
કેમ, ઉતાવળ છે?
ના.
તો, કંટાળો આવે છે?
ના.
ઉતાવળ નથી, કંટાળો નથી,
તો જવાની વાત કેમ?
જવું નથી એટલે.
એ ના સમજાયું.
તારી પાસે સાંભળવું છે ઃ
રોકાઈ જા ને…

– ચંદ્રેશ ઠાકોર

નાનકડું કાવ્ય સંબંધના સમીકરણોની મોટી સમજણ આપી શકે એમ છે.

છૂટા પડવાની વાત આવે અને સામેની વ્યક્તિ અનાયાસ જ કહી ઊઠે, ‘અભી ના જાઓ છોડકર…’ એમાં જ સંબંધની સાચી શક્તિ રહેલી છે. બને એટલો વધુ સમય સાથે રહેવાની ઈચ્છા એ જ સંબંધની મજબૂતી માપવાનું સાચું મીટર.

5 Comments »

  1. Dr. Manish V. Pandya said,

    November 24, 2014 @ 11:29 AM

    કોઈ આવે તે ઘણું ગમે, પણ જાય તે ગમે નહીં તે સ્વાભાવિક જ છે. સાથે સમય ગુજારવાનો અને એક અનોખા જ નશામાં રહેવાનો આનંદ ભલા કોણ જતો કરે? લગભગ દરેકના મનની વાત. રચના ઘણી ગમી.

  2. yogesh shukla said,

    November 24, 2014 @ 10:06 PM

    સીધી -સાદી રચના , બહુજ બહુજ ગમી ,

  3. તીર્થેશ said,

    November 25, 2014 @ 2:22 AM

    Vaah….

  4. vasant sheth said,

    November 25, 2014 @ 11:32 AM

    હા ના ની વચ્ચે,
    અટવાઈ ગયો છુ,
    જઉં છુ કહી,
    જઈ શકતો નથી.

  5. nehal said,

    November 28, 2014 @ 4:46 AM

    વાહ સુંદર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment