તમે યાદ આવ્યાં – ભાગ્યેશ જહા
અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં
અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યાં
અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો
તમે રેતીમાં સળવળતું પાણી
તમે દરિયાને વળગેલી ખારી ભીનાશ
અમે માછલીના સ્પર્શની વાણી
અમે રેતી જોઈ ને તમે યાદ આવ્યાં
અમે વાણી ખોઈ ને તમે યાદ આવ્યાં
અમે દરિયામાં ડૂબેલી નદીઓના નામ
તમે નદીઓના ડૂબેલા ગાન
અમે ડૂબવાની ઘટનાનું ભુરું આકાશ
તમે વાદળમાં સાગરનું ભાન
નામ ડૂબતું જોયું ને તમે યાદ આવ્યાં
આભ ઉગતું જોયું ને તમે યાદ આવ્યાં
– ભાગ્યેશ જહા
એક રળિયામણું ગીત……
munira ami said,
November 10, 2014 @ 1:22 AM
અમે ડુબવાની ઘટનાનું ભુરું આકાશ
તમે વાદળમાં સાગરનું ભાન
ખુબ સરસ્!
La' Kant said,
November 10, 2014 @ 6:37 AM
ભાગ્યેશ જહા , “તમે યાદ આવ્યાં”.૮ વર્ષો પહેલાઁ, ‘ધુળેટેી’ ને દેીવસે …કરેલેી બાગનેી લાલ બહાદુર શાશ્ત્રેી” શાળામાઁ તમારેી કવિતાઓ માણ્યાનુઁ સહજ યાદ આવ્યુઁ …
-લા’ કાન્ત / ૧૦.૧૧.૧૪