મુક્તક – દિલીપ રાવલ
રાહ જોજે યાદ થઈને આવશું,
સ્વપ્નમાં સંવાદ થઈને આવશું !
તું ગઝલ થઈને રજૂ થા તો ખરી,
મહેફિલોમાં દાદ થઈને આવશું !
– દિલીપ રાવલ
રાહ જોજે યાદ થઈને આવશું,
સ્વપ્નમાં સંવાદ થઈને આવશું !
તું ગઝલ થઈને રજૂ થા તો ખરી,
મહેફિલોમાં દાદ થઈને આવશું !
– દિલીપ રાવલ
RSS feed for comments on this post · TrackBack URI
Pinki said,
July 10, 2008 @ 6:07 AM
વાહ્… દાદ મેળવીને જ રહે તેવું
જોમદાર મુક્તક !!
pragnaju said,
July 10, 2008 @ 8:32 AM
તું ગઝલ થઈને રજૂ થા તો ખરી,
મહેફિલોમાં દાદ થઈને આવશું !
વાહ્
દિલીપ જેવા પહેલા મળ્યા હોત તો!
લખી તો અમે હતી ગઝલો ઘણી,
વહાવી હતી એમાં લાગણીઓ ઘણી,
મોલ ના મળ્યા એના અમને સાચા,
દાદ મળવાની હતી આશાઓ ઘણી,
સમજ્યા માત્ર એને ગઝલ તેઓ,
અમે તો વહવી’તી ઉર્મિઓ ઘણી
હંમણાની આવી પણ પરિસ્થિતી છે… ફેમીલી બ્લોગરોના ફેમીલી પ્રશઁસકોની એક જમાત તૈયાર થઇ રહી છે. હા! દાદ આપવા જેવી રચનાને પણ દાદ ન આપવી એ બૌધિક કંજુસી છે-ગુન્હો છે.
Jina said,
July 10, 2008 @ 9:12 AM
પ્રિયજનને કેટલી હાશ… કેટલી ખાતરી… કે એ આવશે જ…. ગમે તે રીતે…. ગમે તે રૂપમાં !!
Jayshree said,
July 10, 2008 @ 7:05 PM
વાહ…. એકદમ મજાનું મુક્તક…!!
Pravin Shah said,
July 11, 2008 @ 12:43 AM
દાદ પર દાદ મળે તેવું એક સુંદર મુક્તક!
અભિનંદન!
suresh said,
February 22, 2010 @ 8:14 AM
mehfilo ma dad thai ne avsu
kya bat he
maja padi gai
dilip bhai nu email edd. hoy to apva vinanti
dear
dilip i miss you
suresh.
kanchankumari parmar said,
February 23, 2010 @ 4:39 AM
જિંદગી સાવ નિરાળિ ….સાચુ કહુ તો સાવ અલગારિ.સાધુ થવા ના સપના ….તારા આવવાનિ વાતે જ વિસારિ ….