વિરહ – હરીન્દ્ર દવે
કૈં કેટલાયે કાળથી
રચવા મથું હું શબ્દનો એક તાજ
ને એવી કો મુમતાજને સ્મરણે
મને જે આ ઘડી લગ ના મળી !
મુમતાજ
– કે જેની ફક્ત છે કલ્પના એ – ના
સ્મરણમાં રોનકી આલય રચું છું અવનવા
એકાંતના પાયા ઉપર.
એને વિરહ તડપી રહું
જેના મિલનનું ભાગ્ય તો ખૂલ્યું નથી !
– હરીન્દ્ર દવે
જેટલી લાગે છે તેટલી સરળ રચના નથી – ખરી વેદના એ છે કે મારા ભાગ્યે એવી કોઈ મુમતાજ પણ નથી કે જેના વિરહમાં હું તડપું….. કેવી ઘોર એકલતા !!!!
Manish V. Pandya said,
October 19, 2014 @ 3:37 AM
વેદના, પીડા, દુઃખ, કલ્પનાઓ, સંવેદનાઓ અને ભાવનાશીલતા એજ તો કવિઓની મૂડી હોય છે. અને એટલે જ આવી રચનાઓ સર્જાય છેને !!!!!
Dhaval Shah said,
October 19, 2014 @ 10:33 AM
વિરહ નો પણ વિરહ … સલામ !
suresh andhani said,
October 19, 2014 @ 2:20 PM
Lovely last pankti is like
વિવેક said,
October 21, 2014 @ 2:49 AM
આ રચના અછાંદસ નથી… “ગાગાલગા”ના સંગીતમય આવર્તનોથી રચાયેલ Free verse છે…
આપણા પૂર્વસૂરિઓમાંથી બહુ ઓછાએ અછાંદસનો સૂર આલાપ્યો હતો.