ક્યાંથી ક્યાં સુધી – મનોજ ખંડેરિયા
પગલાંનું વ્હેતું જાય ઝરણ ક્યાંથી ક્યાં સુધી
પ્હોંચ્યા હશે તો બોલો ચરણ ક્યાંથી ક્યાં સુધી
તારી ભીની હથેળી સમી તાજગી નથી
પથરાયું શુષ્ક વાતાવરણ ક્યાંથી ક્યાં સુધી
આ શ્વાસમાંય કેટલી કુમળાશ આવી ગઈ
એક વિસ્તરી છે રેશમી ક્ષણ ક્યાંથી ક્યાં સુધી
આંખોમાં સ્વપ્ન ઘાસની લીલાશનું લઈ
દોડે છે ઝંખનાનાં હરણ ક્યાંથી ક્યાં સુધી
સૂરજ તળાવ ફૂલ વગર ને વને વને
ભટક્યાં કરે છે તારાં સ્મરણ ક્યાંથી ક્યાં સુધી
– મનોજ ખંડેરિયા
વિષાદને વરખની જેમ ઓઢીને ફરતો કવિ જ આટલી સહજતાથી અભાવને ગાઈ શકે. હરણને લીલાશનુ સપનું માત્ર નસીબ થાય એ અવસ્થાનો સૂર પકડીને આખી ગઝલ વાંચજો.
narendrasinh said,
October 7, 2014 @ 3:18 AM
અત્યન્ત સુન્દર ગઝલ
Rina said,
October 7, 2014 @ 3:25 AM
Awesome
ડૉ.મહેશ રાવલ said,
October 7, 2014 @ 7:35 AM
સાદર નમન સાથે કવિશ્રી મનોજ ખંડેરિયાની પ્રસ્તુત ગઝલને બિરદાવું છું….અને એ પણ, ગઝલપૂર્વક !
Maheshchandra Naik ( Canada) said,
October 7, 2014 @ 2:21 PM
સરસ ગઝલ, કવિ શ્રી મનોજ ખંડેરિયાને શ્રધ્ધાસુમન અને સ્મૃતીવંદના……………..
વિવેક said,
October 9, 2014 @ 3:12 AM
સુંદર મજાની ગઝલ અને ફોટોગ્રાફ પણ લાજવાબ….
lalit trivedi said,
October 11, 2014 @ 3:25 PM
અદભુત ગઝલ …..મનોજ્ભનેી નજાકતને વન્દન્….
આન્ખોમા સ્વપ્ન ઘાસનેી લેીલાશનુ લઈ,
દોડે ચ્હે ઝન્ખનાના હરન કક્યાથેી ક્યા સુધેી
Suresh Shah said,
November 8, 2014 @ 8:40 AM
વિરહની વેદનાને કવિ જ વ્યક્ત કરી શકે.
-સુરેશ શહ્, સિંગાપોર