શ્વાસ જેમ – હર્ષદેવ માધવ
આવી ન હોત સાંજ આ અહીંયા ઉદાસ જેમ,
મારું નીકળવું હોત – નહીં તો પ્રવાસ જેમ.
આખું શહેર ફૂલનો હિસ્સો બની ગયું,
જાણે પસાર કોઈ થયું છે સુવાસ જેમ.
રાખે છે ચાંપતી નજર એક્કેક શ્વાસ પર,
શેરીઓ નીકળી પડી ઊંડી તપાસ જેમ.
પાડી શકાય ચીસ ના, બોલું તો શબ્દ ક્યાં?
પહેરો ભરે છે બા’રથી લાગે જે શ્વાસ જેમ.
ના મૌન છે, કે દર્દ છે – થોડોક થાક છે,
અંદર ફસાયેલું અરે ! આ કોણ ફાંસ જેમ !
– હર્ષદેવ માધવ
પહેલી નજરે જ ગમી જાય એવી પણ બીજી નજરે પ્રેમમાં પાડી દે એવી મજાની રચના.
lalit trivedi said,
December 14, 2014 @ 1:33 PM
ખોૂબ જ સરસ ગઝલ સાદ્યન્ત સુન્દર અભિનન્દન્,કવિ !
Dr. Manish V. Pandya said,
December 15, 2014 @ 3:38 AM
ગઝલ ઘણી ગમી.
RASIKBHAI said,
December 15, 2014 @ 2:20 PM
હર્શ્દેવ નિ ગઝલ વાચિ હર્શ થયો.આવિ સુન્દર ગઝલ આપતા રહો.
Shah Pravinachandra Kasturchand said,
December 15, 2014 @ 3:26 PM
પ્રવાસ,તપાસ,સુવાસ,ફાંસ અને આ શ્વાસ;
સહુ નીકળી પડ્યાં કેવાં દર્દની આસપાસ?
Harshad said,
December 25, 2014 @ 1:29 PM
Really Good. Like it
kishoremodi said,
January 26, 2015 @ 1:39 PM
મનભાવન રચના ખૂબ ગમી