થઈ આંગળી રથમાં ધરીનું સ્થાન બનીશું,
એ રીતે અમે જીતનું વરદાન બનીશું.

ઉદાસીની આરપાર – પ્રણવ પંડ્યા

ચારે તરફ પીડાની હવાઓ ગતિ કરે
કેવી રીતે પૂજારી પછી આરતી કરે

થોડી અસર છો કામદેવ ને રતિ કરે
બાકી ઘણુંય કામ મધુમાલતી કરે

નાવિક તું નાવનો, હું પવન થઈ વહું છતાં
ખાલી પવન તો માત્ર નાવ ડોલતી કરે

મનના આ જળને માંડ મળે સ્થિર સપાટી
ત્યાં સ્વપ્નનો સપાટો એ ન્હોતી હતી કરે

તારા વિનાની મારી ક્ષણને પૂછ, એક શખ્સ
સ્મરણો સમક્ષ શી રીતે શરણાગતિ કરે

જોઈ શક્યું છે કોણ ઉદાસીની આરપાર
આંસુ તો ફક્ત આંખની ઝળહળ છતી કરે

– પ્રણવ પંડ્યા

છ શેરની ગઝલમાં એકને બાદ કરતાં પાંચ-પાંચ શેર ઉત્તમ મળે એ ઘટના જવલ્લે જ બનતી હોય છે. કામદેવ અને રતિથીય મધુમાલતીને વિશેષ ગણતો શેર, ન્હોતી-હતી જેવો કાફિયો ગોઠવવાની કવિસૂઝ, સ્મરણ સમક્ષની શરણાગતિ જેવું કથન અને ઉદાસીની આરપાર જોવાની વાત – વાહ કવિ!

6 Comments »

  1. RAKESH said,

    April 18, 2015 @ 3:06 AM

    સરસ!

  2. સુનીલ શાહ said,

    April 18, 2015 @ 6:00 AM

    ઉમદા ગઝલ
    સશકત અભિવ્યક્તિ

  3. yogesh shukla said,

    April 18, 2015 @ 6:09 PM

    ચારે તરફ પીડાની હવાઓ ગતિ કરે
    કેવી રીતે પૂજારી પછી આરતી કરે

    સુંદર રચના ,

  4. vimala said,

    April 18, 2015 @ 7:24 PM

    જોઈ શક્યું છે કોણ ઉદાસીની આરપાર
    આંસુ તો ફક્ત આંખની ઝળહળ છતી કરે

  5. Harshad said,

    April 18, 2015 @ 8:27 PM

    Awesome.

  6. Pankaj Vakharia said,

    April 24, 2015 @ 1:41 PM

    charek chhand-dosh baad karata Uttam Gazal

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment