વીજળી પેઠે સ્મરણ ગુલ થઈ શકે ના એટલે,
ઓરડો દુઃખનો કદી ના પામતો અંધારપટ.
વિવેક મનહર ટેલર

ગઝલ – અશરફ ડબાવાલા

દૃશ્ય થઈ દેખાય છે તેનાથી આગળ છે કશું,
આંખ આ અંજાય છે તેનાથી આગળ છે કશું.

એટલે ચુપચાપ બેઠો છું તમારા સાથમાં;
કાનમાં કે’વાય છે તેનાથી આગળ છે કશું.

તું પલળવાની હવે વ્યાખ્યાઓ બદલી નાખજે;
વાદળાં ઘેરાય છે તેનાથી આગળ છે કશું.

નામ એને તું મરણનું આપ કે સપનું કહે;
પાંપણો બિડાય છે તેનાથી આગળ છે કશું.

આમ નહિતર આ દશામાં કેમ દીવાના હસે !
પથ્થરો ફેંકાય છે તેનાથી આગળ છે કશું.

જય-પરાજયથી અલગ અંજામ તારો આવશે;
ખેલ જે ખેલાય છે તેનાથી આગળ છે કશું.

તું ગઝલના તાલ સાથે તાલ આપી જોઈ લે;
છંદ આ જળવાય છે તેનાથી આગળ છે કશું.

– અશરફ ડબાવાલા

ગઝલની રદીફ આખા શેરને દેખીતા અર્થની આગળ એક નવો જ અર્થ આપે છે… પહેલી નજરે વાંચતા જે સમજાય છે તેનાથી આગળ છે કશું…

6 Comments »

  1. Rina said,

    April 17, 2015 @ 3:09 AM

    Waahh… mast

  2. Rajnikant Vyas said,

    April 17, 2015 @ 3:21 AM

    આગળ વિચારવા પ્રેરે એવી અર્થપૂર્ણ ગઝલ.

    નામ એને તું મરણનું આપ કે સપનું કહે;
    પાંપણો બિડાય છે તેનાથી આગળ છે કશું.

    વાહ!

  3. Pushpakant Talati said,

    April 17, 2015 @ 11:35 PM

    “……..તેનાથી આગળ છે કશું,”
    વિશ્વમાઁ દરેક ચીજ કે વસ્તુ કે point of time જે કહો તે – પણ – દરેક સ્થળેથી – જગ્યાએથી – બિન્દુથી – આગળ કશુક છે જ – છે જ – અને – છે જ. તેમા કોઇ પણ મીનમેખ નથી જ.
    સરસ મજાની આ રચના ગમી. આ રચના વાન્ચી વેદો તથા શાસ્ત્રોમાં કહેવાયેલા શ્બ્દો – નેતી; નેતી – યાદ આવી ગયા. આ બ્રહ્માંડમાં પણ
    “……..તેનાથી આગળ છે કશું,” ઘણું જ સચોટ રીતે સત્ય જ છે.

    આભાર – પુષ્પકાન્ત તલાટી

  4. yogesh shukla said,

    April 18, 2015 @ 6:09 PM

    સુંદર રચના ,

  5. dharmesh said,

    April 20, 2015 @ 1:32 AM

    અઆમ નહિતર આ દશામાં કેમ દીવાના હસે !
    પથ્થરો ફેંકાય છે તેનાથી આગળ છે કશું.

    વાહ… મજા પડી ગઈ…

    ત્રેવળ વાળી વાત…

  6. Harshad said,

    May 13, 2015 @ 1:32 PM

    Really beautiful Gazal.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment