જરૂરી છે ? – કિરણસિંહ ચૌહાણ
નકામી મૂંઝવણ માથા ઉપર લેવી જરૂરી છે ?
તું સમજે છે બધી વાતો, પછી કહેવી જરૂરી છે ?
મળ્યા, વાતો કરી થોડી, ગમ્યું બંનેનાં હૈયાંને,
હવે એના ઉપર ગઝલો લખી દેવી જરૂરી છે ?
અહીં પણ હાલ તારાથી અલગ ક્યાં છે ? છતાં ખુશ છું.
અહીં પણ છે વ્યથા તો બહુ… બધી સહેવી જરૂરી છે ?
નહીં તો જિંદગીની વારતા આગળ નહીં વધશે,
કરો હાજર, સમસ્યા જેવી હો એવી જરૂરી છે.
નહીં તો શુષ્કતા મળશે, તિરાડો વહોરવી પડશે,
ઉદાસી ભેજ થઈને આંખમાં રહેવી જરૂરી છે.
– કિરણસિંહ ચૌહાણ
વાત-ચીત ચાલતી હોય એ જ અંદાજમાં કવિ સહજતાપૂર્વક મજાની ગઝલ લઈ આવ્યા છે. કવિનો અંદાજ-એ-બયાઁ રોજમરોજની ગૂફ્તેગુને કવિતાની ઊંચાઈ પર લઈ જાય છે.
Dr. Manish V. Pandya said,
November 29, 2014 @ 2:26 AM
મારી, તમારી વેદના-સંવેદના આલેખી શબ્દોમાં,
ગઝલ ઘણી વાંચવી ગમી તે લખવું જરુરી છે?
suresh baxi said,
November 29, 2014 @ 8:33 AM
ખુબ સરસ રચના.સમ્સ્યા ને આમ્ંત્રણ તો કવિ જ આપેી શકે
હેમંત પુણેકર said,
November 29, 2014 @ 9:45 AM
સુંદર ગઝલ… મક્તો તો અતિસુંદર….વાહ મજા પડી ગઈ કિરણભાઈ!
ધવલ said,
November 29, 2014 @ 9:52 AM
મળ્યા, વાતો કરી થોડી, ગમ્યું બંનેનાં હૈયાંને,
હવે એના ઉપર ગઝલો લખી દેવી જરૂરી છે ?
– સરસ !
yogesh shukla said,
November 29, 2014 @ 11:01 PM
સુંદર રચના ,
અહીં પણ હાલ તારાથી અલગ ક્યાં છે ? છતાં ખુશ છું.
અહીં પણ છે વ્યથા તો બહુ… બધી સહેવી જરૂરી છે ?
Jayshree said,
November 30, 2014 @ 2:28 AM
પ્રશ્ર્નાર્થ વાળા પહેલા ૩ શેરમાં વધુ મઝા આવી..
SHAIKH Fahmida said,
December 4, 2014 @ 2:30 AM
Amazing
RAKESH said,
December 4, 2014 @ 8:13 AM
સરસ !
Nayan said,
March 16, 2018 @ 8:31 PM
સરળતા થી કહેવાતી ચોટદાર વાત