ગઝલ – મુકુલ ચોક્સી
કોરા કાગળને કચડતા સૌ વિચારો જાય છે,
લ્યો, ગઝલના નામનો છેલ્લો સહારો જાય છે.
આમ ચંચળ થઈને જળ માફક નથી વહેતો છતાં,
જળની સાથોસાથ છેવટ લગ કિનારો જાય છે.
અવનતિમાં યે જુઓ મંઝિલ મળી કેવી વિશાળ !
કે ખરીને કોઈ પણ સ્થળ પર સિતારો જાય છે.
કોઈ જોનારું નથી ને કો’ ભજવનારું નથી,
આપણા નાટકનો છેલ્લો અંક સારો જાય છે.
આ રમત જીતી જવામાં રસ નથી એને નકર,
આપણો ‘ઉન્માદ’ જાણે છે કે વારો જાય છે.
– મુકુલ ચોક્સી
ગુજરાતી ગઝલને મુકુલ ચોક્સીની નિષ્ક્રિયતાથી મોટી ખોટ કદી પડનાર નથી. ગુજરાતી ગઝલનો છેલ્લો નહીં તોય અગ્રસ્થ સહારો બની શકે એવા આ કવિના વિચારો માત્ર નિર્દયતાપૂર્વક કાગળને કોરો જ કચડતા જાય છે.
NARENDRASINH said,
March 7, 2015 @ 3:12 AM
કોરા કાગળને કચડતા સૌ વિચારો જાય છે,
લ્યો, ગઝલના નામનો છેલ્લો સહારો જાય છે. વાહ ખુબ સુરત
RAKESH said,
March 7, 2015 @ 6:49 AM
વાહ્!
સંદીપ ભાટિયા said,
March 7, 2015 @ 8:40 AM
” ગુજરાતી ગઝલને મુકુલ ચોક્સીની નિષ્ક્રિયતાથી મોટી ખોટ કદી પડનાર નથી. ”
100 % સહમત…!
Harshad said,
March 7, 2015 @ 10:31 AM
ગઝલ સાચેજ ખુબ જ ગમી.
Dhaval Shah said,
March 7, 2015 @ 2:14 PM
કોઈ જોનારું નથી ને કો’ ભજવનારું નથી,
આપણા નાટકનો છેલ્લો અંક સારો જાય છે.
– સલામ ! સલામ ! સલામ !
preetam Lakhlani said,
March 8, 2015 @ 1:10 PM
ભલે મુકુલભાઇ કોઇ નવિ ગઝલ ના લખે તો પણ મુકુલ ચોકસીનું નામ ગુજરાતના ૧૧ top gazalkaro માં તેનુ નામ રહેવાનુ જ્..