પ્યારું ઉપનામ – શૂન્ય પાલનપુરી
જેટલું છે બધું જ તારું છે,
કૈં ન હોવાપણું જ મારું છે.
‘શૂન્ય’ અવમૂલ્યનોની દુનિયામાં
તારું ઉપનામ કેવું પ્યારું છે !
– શૂન્ય પાલનપુરી
જેટલું છે બધું જ તારું છે,
કૈં ન હોવાપણું જ મારું છે.
‘શૂન્ય’ અવમૂલ્યનોની દુનિયામાં
તારું ઉપનામ કેવું પ્યારું છે !
– શૂન્ય પાલનપુરી
RSS feed for comments on this post · TrackBack URI
jayesh upadhyaya said,
June 4, 2008 @ 1:40 AM
કૈં ન હોવાપણું જ મારું છે.
વિસંગતા ઉજાગર કરતી પંક્તી
Riyal Dhuvad said,
June 4, 2008 @ 3:15 AM
આ તારા મારા નિ ભાવના મા થયિ રહેલુ જગ ગાન્દુ ચે
Shailesh J Patel said,
June 4, 2008 @ 4:11 AM
કવિતા તો સારી છે.
પણ ટુન્કી છે.
વિવેક said,
June 4, 2008 @ 7:33 AM
સુંદર રચના… તખલ્લુસનો ઉપયોગ શૂન્યની રચનાઓમાં જેટલો અસરકારક રીતે થયેલો જોવા મળે છે એટલો અન્ય કવિઓની રચનામાં જવલ્લે જ જોવા મળે છે…
pragnaju said,
June 4, 2008 @ 8:37 AM
સુંદર
ઉપનામે તો ચિંતનમાં ઉતારી દીધા!આર્યભટ,મહાન જ્યોતિષવિદ્વાન અને ગણિતજ્ઞ,ઍણે શૂન્ય ની શોધ કરી હતી.જે શોધ પછીથી અરબિયાના રસ્તે યુરોપ ગઈ!કંપ્યૂટર ઍક કે શૂન્યની ભાષા સમજે છે!તો શાયર-
દાર્શનિક અર્થોં મેં ઇસે શૂન્ય ભી કહા જાતા,
ખલ્લાસ પર યે શોધ બહુત અચ્છા લગા.
મિજાજે રુહાની-ન અસતો વિદ્યતે ભાવઃ,ન અભાવઃ વિદ્યતે સતઃ-આપણે અવકાશ કે શૂન્ય કહીએ છીએ તે જગા ડાર્ક મેટરથી,એન્ટી મેટરથી એટલે કે અદ્રષ્ય તત્વથી ભરેલી છે.અને તેમા રહેલી શકિત ગુરૂત્વાકર્ષણથી વિરૂદ્ધની છે.જેને એન્ટી ગેવીટી,કે ડાર્ક એનર્જીનું નામ આપવામા આવ્યું છે.આ ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી સૃષ્ટિના સર્જનમા અને તેની કાર્યવાહીંમા ભાગ ભજવે છે.શૂન્ય કહો કે અવકાશ કહો કે પછી અનંત કહો પણ પૂર્વે અવ્યકત આ સૃષ્ટિ તેમાથી જ વ્યકત થઇ અને તેમા જ તેના કોઇ ગુપ્ત પેટાળમા પાછી અવ્યકત થઇ સંતાઇ જવાની!